રાજકોટ તા. ૮: તાજેતરમાં બદલીનો ઘાણવો નીકળ્યો તેમાં ગોંડલમાં ડીવાયએસપી તરીકે શ્રી હરપાલસિંહ મનહરસિંહ જાડેજાને મુકવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૧માં સીધા ડીવાયએસપીની ભરતીમાં સિલેકટ થયેલા શ્રી હરપાલસિંહ એમ. જાડેજાની ગોંડલ ખાતે નિમણુંક થતાં આ પંથકના છાપેલા કાટલાઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસમાં જોડાયા એ પહેલા એચ. એમ. જાડેજાએ એમબીબીએસ કર્યુ હોઇ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં ૯ વર્ષ સુધી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી હતી. ડીવાયએસપી તરીકે તેમને પ્રથમ પોસ્ટીંગ છોટાઉદેપર ખાતે અપાયું હતું. જ્યાં તેમણે દોઢ વર્ષ સુધી ફરજ બજાવી હતી. એ પછી ત્રણ વર્ષ સુધી ગાંધીનગર સચિવાલય સિકયુરીટીમાં પ્રશંસનીય કામગીરી કરી હતી. છેલ્લે એક વર્ષથી તેઓ જુનાગઢ જીલ્લામાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા હતાં. માંગરોળ પંથકમાં અનેક માથાભારે શખ્સોને કાયદાનું ભાન કરાવી સીધાદોર કરી દીધા હતાં. કડક અધિકારીની છાપ ધરાવતાં શ્રી જાડેજાની ગોંડલમાં નિમણુંક થતાં આ પંથકના માથાભારે ગુનેગારોની છાપ ધરાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here