ચીનના દક્ષિણ પશ્ચિમ સિચુઆન પ્રાતમાં આવેલી દુનિયાની સૌથી મોટી બુદ્ધ પ્રતિમામાં તિરાડ પડી છે. સત્તાવાળાઓએ તિરાડનું સમારકામ શરૃ કરી દીધું છે. લેશાન શહેર બહાર આવેલી 71 મીટર ઊંચી પ્રતિમાના છાતી અને પેટવાળા ભાગમા મોટી તિરાડ પડી હતી અને કેટલેક ઠેકાણે તૂટી ગઈ હતી.

પ્રતિમામાં તિરાડ પડવા પાછળનું કારણ તો જાણવા મળ્યું નથી. સત્તાવાળાઓ દ્વારા નુકસાનનું આકલન કરવામાં આવ્યું હતું અને તે પછી તેનું સમારકામ શરૃ કરી દેવામાં આવ્યું હતું. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ એવું જણાવ્યું કે આઠ ઓક્ટોેબરથી શરૃ થનારી તપાસ પ્રક્રિયા દરમિયાન બુદ્ધની પ્રતિમાના મુખ્ય  ભાગને ઢાંકી દેવામાં આવશે તેમાં 3ડી લેઝર સ્કેનિંગ, ઈન્ફ્રારેડ થર્મલ ઇમેજિંગ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને ડ્રોન દ્વારા હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે.

બુદ્ધની આ પ્રતિમાના નિર્માણમાં 90 વર્ષનો સમય લાગ્યો હતો તેને બનાવવાની શરૃઆત તાંગ વંશના શાસનકાળ દરમિયાન ૭૧૩માં થઈ હતી. બુદ્ધની આ મહાકાય પ્રતિમાને યુનેસ્કો દ્વારા વિશ્વ સાંસ્કૃતિક ધરોહર જાહેર કરવામાં આવી છે. આ પ્રતિમાની ઘણી વાર તપાસ અને મરામત થઈ ચૂકેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here