ખેલૈયાના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ
અરબી સમુદ્રમાં લો પ્રેશર થતાં લેબાન વાવાઝોડાનો ખતરો ઉદભવી રહ્યો છે. લેબાન વાવાઝોડાના ખતરાના લીધે નેશનલ ઇમરજન્સી રિસપોન્સ સેન્ટરે એલર્ટ આપ્યું છે. 12મી ઑક્ટોબર સુધીમાં 80 થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની શકયતા છે. દરિયામાં ઉંચા મોજા ઉછળવાની સંભાવના છે. જો આમ થશે તો બુધવારથી શરૂ થતી નવરાત્રિમાં વરસાદ વિધ્નરૂપ બની શકે છે. વરસાદ પડશે તો ખેલૈયાના રંગમાં ભંગ પડવાની સંભાવના છે.

ઓમાન નજીક સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ધીમી ગતિએ વાવાઝોડું ઉદભવી રહ્યું છે અને આ વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. આગામી 12 ઓક્ટોબરે અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અપર એર સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે તેના કારણે દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

છેલ્લા 4 દિવસથી ગુજરાતનાં દરિયાકિનારા પર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ત્યારે રવિવારના દિવસે માંડવી, સલાયા, પોરબંદર, કંડલા, વેરાવળ, દહેજ, હજીરાના બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું હતું. સોમવારે બપોર બાદ બે નંબર અને પોર્ટ વોર્નિંગ માટે 4 નંબરનુ સિગ્નલ લગાડી દેવાયુ છે. માછીમારોને દરિયો ન ખેડવા તેમજ માછીમારી કરવા ગયેલા માછીમારોને તાત્કાલીક નજીકના બંદર પર પહોંચી જવા સુચના આપવામાં આવી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં એક ડિપ ડિપ્રેશન ઉભું થયું છે. તે ધીરે ધીરે ગુજરાતના દરિયા તરફ ગતિ કરી રહ્યું છે. જેની અસર ગુજરાત પર થઈ શકે છે. પરંતુ તે કેટલું તાકાતવર હશે તે વિશે હાલ કહી શકાય તેમ નથી. અરબી સમુદ્રમાં મુંબઈથી નીચેના ભાગે એક સિસ્ટમ આકાર લઈ રહી છે. તેમ છતાંય જો આ સિસ્ટમ વિખરાઈ જાય તો પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here