જન-ધન અકાઉન્ટ હૉલ્ડર્સ પર મોદી સરકાર થશે મહેરબાન, લાવશે આ સ્કીમ્સ

1
83

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘જન-ધન યોજના’નાં અકાઉન્ટ હૉલ્ડર્સને હવે મફત એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સનાં લાભાર્થિઓને મળતી સહાય બમણી કરશે તેવી સંભાવના છે. સરકાર અત્યારે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે જે પગલા લીધા છે તેના વિકલ્પોની શોધ કરી રહી છે. તેમાં એક છે ઇન્શ્યોરન્સ કરવેજ વધારવું. આ માટેની જાહેરાત 15 ઑગષ્ટ સુધી થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે અંદાજે 32 કરોડ ‘જન-ધન અકાઉન્ટ’ હૉલ્ડર્સ છે જેમની પાસે લાઇફ ઇન્શ્યોરન્સ કવર છે. આ સ્કીમને 2014માં નરેન્દ્ર મોદીએ લૉન્ચ કરી હતી. અત્યારે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ દુર્ઘટનામાં મૃત અથવા અપંગ થવા પર 2 લાખ રૂપિયાની મદદ મળે છે. આ મદદ 12 રૂપિયાનાં વાર્ષિક પ્રીમિયમ પર છે. આ સ્કીમનાં અંદાજે 13 કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે.

‘જન-ધન યોજના’નાં પ્રથમ ફેજમાં ફક્ત બેંક અકાઉન્ટ ખોલવા પર ફોકસ હતુ, જ્યારે બીજા ફેઝમાં માઇક્રો ઇંશ્યોરન્સ અને પેંશન સ્કીમ્સ દ્વારા ફાઇનાન્શિયલ ઇન્ક્લૂઝન લક્ષ્ય છે. ‘જન-ધન’થી ‘જન સુરક્ષા બિલ’ અંતર્ગત સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને 2 સ્કીમ્સ ચલાવવામાં આવે છે. આમાં 330 રૂપિયાનાં વાર્ષિક પ્રીમિયમ પર 2 લાખનું એક્સિડન્ટ કવર અને 2 લાખનું લાઇફ ઇન્શ્યોરન્સ કવર સામેલ છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here