રાજુલામાં ચા બનાવતી વખતે લાગી આગ, ધૂમાડાના કારણે બહાર નીકળી શકતા મહિલાનું થયું મોત

6
33

 

અમેરલી: રાજુલાના મજાદર ગામે રહેણાંક મકાનમાં આવેલા ઝુપડામાં હિરબાઇબેન (ઉ.36) ચા બનાવી રહી હતી ત્યારે આગ લાગતા દાઝી હતી. ગંભીર રીતે દાઝેલી મહિલાને સારવાર અર્થે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલાં મોત નીપજ્યું હતું.

બનાવની વિગત એવી છે કે રાજુલાના મજાદર ગામમાં રહેતી 36 વર્ષીય મહિલા હિરબાઇબેન ઝૂંપડામાં ચા મૂકીને બાજુમાં બેસી હતી, જે દરમિયાન અચાનક આગ લાગી હતી અને ધૂમાડો વધુ થયો હતો. જે ધૂમાડો મહિલાની આંખમાં જતી રહેતા તેને દેખાવાનું બંધ થઇ ગયું હતું અને મહિલા આગની ઝપેટમાં આવી ગઇ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બાદમાં ફાયર બ્રિગેડની ટીમે મહિલાને બહાર કાઢી આગ પર કાબુ મેળવ્યો હતો.
ઘટનામાં ગંભીર રીતે દાઝેલી મહિલાને સારવાર અર્થે રાજુલ હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે સારવાર મળે તે પહેલા અડધું ભડથું થઇ ગઇ હોવાથી મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલાના મોતથી ગામમાં શોકનો મોહાલ છવાયો હતો. મૃતક મહિલાને 2 સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here