કુંડ માં સ્નાન કરવાથી ગર્ભવતી થઈ જાય છે મહિલાઓ, શ્રીકૃષ્ણ એ આપ્યુ હતુ વરદાન….

4
48

રાધા અને કૃષ્ણ ક્યારેય બે નામ નથી રહ્યા, પરંતુ તે એક જ નામ હતા. બન્ને નો પ્રેમ હંમેશા અમર રહ્યો છે ત્યાંસુધી કે આજ પણ નવયુવકો માં જ્યારે પ્રેમ ની ઉણપ મહેસુસ થાય છે ત્યારે તેમને રાધા કૃષ્ણ ની પૂજા કરવાની સલાહ અપાય છે. રાધાકૃષ્ણ નો પ્રેમ અમર અને પવિત્ર હતો. રાધાકૃષ્ણ ના વિવાહ પર પણ સવાલ ઉઠે છે કે તેમણે વિવાહ નતા કર્યા. આ વાત માં કેટલી સચ્ચાઈ છે તે તો ખબર નથી, પરંતુ પતિપત્ની ના રૂપ માં ન હોવા છતા પણ કૃષ્ણે સંસાર ની મહિલાઓ ને રાધા સાથે મળીને સૌથી મોટુ વરદાન આપ્યુ છે.

એક મહિલા માટે સૌથી મોટુ વરદાન હોય છે માં બનવાનુ. કહેવાય છે કે જ્યારે એક મહિલા પત્ની બને છે ત્યારે તે અધૂરી હોય છે, પરંતુ જ્યારે માં બને છે ત્યારે તે પૂરી થાય છે. મહિલાઓ એક બાળક સાથે ખુદ બીજો જન્મ મેળવે છે. ત્યારબાદ પણ ઘણી વખત અલગ અલગ કારણો ને લીધે ઘણી મહિલાઓ માં બનવાનુ સુખ નથી મેળવી શકતી. જો સમાજ અને પરિવાર ની વાત છોડી પણ દઈએ તો ખુદ મહિલાઓ પણ સંપૂર્ણ રીતે તૂટી જાય છે અને તેના વિવાહિત જીવન માં ભૂચાલ આવી જાય છે.

કુંડ માં સ્નાન કરવાથી ગર્ભવતી થઈ જાય છે મહિલાઓ

એવામાં ડૉક્ટરી ઉપાય ની સાથે-સાથે લોકો ભગવાન ને પણ યાદ કરે છે. મહિલાઓ ની કોખ ભરવા માટે કૃષ્ણ અને રાધા નુ જ ધ્યાન કરવામાં આવે છે. મથુરા માં એક સ્નાનકુંડ પણ છે જે આ દુઃખ દૂર કરવા માટે પ્રસિદ્ધ છે. મથુરા ના એક મંદિર માં મોજુદ એક કુંડ માં જો નિઃસંતાન દંપતી એકસાથે અહોઈ અષ્ટમી એટલે કે કારતક કૃષ્ણ પક્ષ ની અષ્ટમી ની મધ્ય રાત્રી એટલે કે અડધી રાત્રે રાધા કુંડ માં સ્નાન કરે છે તો જલ્દી જ તેની ગોદ ભરાઈ જાય છે.

અહીં જે પણ મહિલાઓ સંતાન ની ચાહ માં સ્નાન કરે છે તે નાહવા સમયે તેના વાળ ખોલી નાખે છે અને રાધાજી ને શ્રદ્ધા પૂર્વક યાદ કરે છે. તેની સાથે તે પ્રાર્થના કરે છે કે હે રાધારાની મારી આ સૂની કોખ ભરી દો. એવુ માનવામાં આવે છે કે રાધાકુંડ માં સ્નાન કરવા વાળી મહિલાઓ માં બની જાય છે. હકીકત માં આ કુંડ ની પાછળ એક પૌરાણિક કથા છે.

પૌરાણિક કથા:

એક વખત અરિષ્ટાસુર નામ નો એક રાક્ષસ હતો. તે કૃષ્ણ ને મારી નાખવા માંગતો હતો. કૃષ્ણ ભગવાન ગોવર્ધન પાસે ગાય ચરાવી રહ્યા હતા. રાક્ષસે તેને ગાય ચરાવતા જોયા તો વાછરડા નુ રૂપ ધારણ કરી તેના પર હમલો કરી દીધો. કૃષ્ણ ભગવાન તેની સાથે લડતા રહ્યા અને અંત માં રાક્ષસ નો વધ કરી દીધો. જોકે જ્યારે રાક્ષસ નો વધ થયો ત્યારે તે વાછરડા ના રૂપ માં હતો અને તેથી તેના પર ગૌહત્યા નુ પાપ લાગી ગયુ.

શ્રીકૃષ્ણ એ પોતાના પાપ ના પ્રાયશ્ચિત માટે તેની વાંસળી થી કુંડ બનાવડાવ્યો અને તીર્થસ્થાનો ના જળ ને ત્યાં એકત્રિત કર્યુ. રાધા પણ ત્યાં હાજર હતા. તેમણે પોતાના કંગલ ની સહાયતા થી એક કુંડ ખોદયો અને બધા તીર્થ ના જળ ને ત્યાં એકત્રિત કર્યુ. કહેવાય છે કે કુંડ માં જળ ભરાઈ જવા બાદ રાધાકૃષ્ણ એ મહારસ કર્યુ હતુ. રાધા સાથે પ્રસન્ન થઈ ને કૃષ્ણએ તેને વરદાન કર્યુ કે જે પણ નિઃસંતાન દંપતી અહોઈ અષ્ટમી ની મધ્યરાત્રીએ સ્નાન કરશે તેને વર્ષ ની અંદર સંતાન સુખ પ્રાપ્ત થશે.

4 COMMENTS

  1. Thank you for sharing excellent informations. Your website is very cool. I’m impressed by the details that you have on this web site. It reveals how nicely you understand this subject. Bookmarked this website page, will come back for extra articles. You, my friend, ROCK! I found simply the info I already searched everywhere and simply could not come across. What an ideal web-site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here