ઉપલેટામાં કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો.

6
90

 

ઉપલેટામાં p.w.d. તેમજ વિશ્રામગૃહમાં સેવા બજાવતા બે કર્મચારીઓનો વિદાય સમારંભ મોડી સાંજે આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો.

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કોલકી રોડ પર આવેલ p.w.d. તેમજ વિશ્રામગૃહમાં ઈન્ચાર્જ મેનેજર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ નડિયાપરા નામના કર્મચારી ઓગણીસો ૧૯૮૪ ની સાલમાં વર્ક આસિસ્ટન્ટ તરીકે નોકરીમાં જોડાયા હતા. જેઓએ પચીસ વર્ષ માર્ગ, મકાન વિભાગમાં અને છેલ્લા દસ વર્ષ વિશ્રામ ગૃહમાં પોતાની નિસ્વાર્થ સેવા ૩૫ વર્ષથી બજાવતા હતા. જ્યારે ૧૯૭૯ ની સાલમાં જોડાયેલા અન્ય કર્મચારી મગનભાઈ ડુંગરવા નામના વ્યક્તિ છેલ્લા ૪૦ વર્ષથી વિશ્રામગૃહમાં સ્વીપર તરીકે પોતાની ફરજ બજાવતા હતા. તેઓ પણ સાથે નિવૃત્ત થયા હતા. તેમને બિરદાવવા માટે આગેવાનો, કોન્ટ્રાક્ટરો અધિકારીઓ દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા. આ બંને કર્મચારીઓનું આજરોજ શહેરના આગેવાનો, હોદ્દેદારો, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની હાજરીમાં વિશ્રામગૃહના સભા હોલ ખાતે આજરોજ હારતોરા તેમજ સાલ ઓઢાડી સન્માન સાથે વિદાયમાન આપવામાં આવ્યુ હતુ. આ વિદાય સમારંભમા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા, ઉદ્યોગપતિ ધરણાંતભાઈ સુવા, શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાન્ત ચોટાઈ, સેક્શન ઓફિસર ભાવિનભાઈ ભીમાણી, બાબુભાઈ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજન પણ યોજાયું હતું.

રિપોર્ટ : સંજયરાજ બારોટ જેતપુર

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here