મોવિયા ગામે ખીમદાસબાપુ વડવાળી જગ્યા દ્વારા 1000 રોપા વિતરણ તથા વૃક્ષારોપણ

1
264

ગોંડલ : આધુનીક યુગમા પર્યાવરણને થતુ નુકશાન અટકાવા માટે અને કુદરતી પ્રકૃતિના વિકાસ માટે વૃક્ષો ખુબજ જરુરી છે. આ…

 

ગોંડલ : આધુનીક યુગમા પર્યાવરણને થતુ નુકશાન અટકાવા માટે અને કુદરતી પ્રકૃતિના વિકાસ માટે વૃક્ષો ખુબજ જરુરી છે. આ વાતને ધ્યાનમા રાખી ખીમદાસબાપુ ચૈત્નય સમાધિ મંદિર વડવાળી જગ્યા દ્વારા મોવિયા ગ્રામ પંચાયત તેમજ ફોરેસ્ટ ખાતાના સહયોગથી ભરતબાપુના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૨૧-જુલાઇને શનિવાર સવારે ૧૦ કલાકે મોવિયા ગામમા સાધુ સમાજના સમાધિ સ્થાને તથા જાહેર જગ્યામા વૃક્ષારોપણ કરવામા આવશે અને ૧૦૦૦થી વધુ ફૂલઝાડ તેમજ આયુર્વેદીક ઔષધી રોપાનુ વિનામુલ્યે વિતરણ કરવામા આવશે. આ તકે સંતો મહંતો, ગામના વહીવટી અધીકારી , ગામના આગેવાનો હાજર રહેશે. આ કાર્યક્રમ નુ દિપ પ્રાગટય મહંત જયરામદાસબાપુ રામ મંદિર ગોંડલ, ધારસભ્ય ગીતાબા જયરાજસીહ જાડેજા, નગરપાલીકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, ઉધયોગપતી રમેશભાઇ ધડુક સામાજીક અગ્રણી, ચીરાગભાઇ દુદાણી, ગોપાલભાઇ ભુવા, કુરજીભાઇ ભાલાળા ગોડલ તાલુકા સંઘ પ્રમુખ, કીશોરભાઇ અંદિપરા દ્વારા કરવામા આવશે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here