સરકાર ૨૨૫૦૦ રૂપિયાની સોલાર સીસ્ટમ આપી રહી છે માત્ર ૭૫૦૦ રૂપિયામાં, આ રીતે કરો અરજી

0
128

 

મિત્રો , આપણો દેશ દિન-પ્રતિદિન આધુનિક બનતો જાય છે પરંતુ , હાલ હજુ પણ આવા વિસ્તારો છે કે જ્યા યોગ્ય પ્રમાણ મા વીજળી નથી પહોચતી. વીજળી ની આ સમસ્યા ના નિવારણ માટે સરકાર દ્વારા સોલાર હોમ લાઈટીંગ સિસ્ટમ નો અભિગમ અમલી બનાવવા મા આવી રહ્યો છે. આપણા દેશ ના એવા ગ્રામ્ય વિસ્તારો તથા શહેરી વિસ્તારો કે જ્યા વીજળી ને લીધે ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે.

તેમને જોતા હરિયાણા સરકાર બધા જ જિલ્લાઓ મા મનોહર જ્યોતિ હોમ લાઈટીંગ સિસ્ટમ નુ વિતરણ કરવા નુ લક્ષ્ય નિર્ધારીત કરી રહ્યુ છે. આ સિસ્ટમ મા ૧૫૦ વોટ નુ સોલાર મોડયુલર, ૮૦ એએચ- ૧૨.૮ વોલ્ટ લિથિયમ બેટરી, ૨ એલઈડી લાઈટ, ૧ ટ્યુબલાઈટ તથા ૧ પંખો સમાવિષ્ટ છે.

દિવસ મા બેટરી ને ૧૫૦ વોટ ના સોલાર મોડયુલર થી રીચાર્જ કરવા મા આવશે. જેથી , વીજળીહીન વિસ્તારો મા વીજળી પહોચાડી શકાય. જોવા જઈએ તો આ સોલાર હોમ સિસ્ટમ નુ મુલ્ય ૨૨,૫૦૦ રૂપિયા છે. પરંતુ , હરિયાણા ની સરકાર દ્વારા તેના પર અંદાજિત ૧૫,૦૦૦ રૂપિયા ની સબસીડી આપી રહી છે. જેથી , લાભાર્થીઓ સુધી આ સિસ્ટમ માત્ર ૭,૫૦૦ રૂપિયા મા પહોચશે.

આ સિસ્ટમ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી ?

આ સિસ્ટમ મેળવવા માટે અંત્યોદય સરળ કેન્દ્ર ના માધ્યમ થી માત્ર સરલ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાય છે. આ ઉપરાંત કોમન સર્વિસ સેન્ટર મા થી પણ અંત્યોદય સરલ પોર્ટલ પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકાય.

આ સોલાર સિસ્ટમ સેવા મેળવવા માટે યોગ્ય લાયકાત :

વીજળી વિના ના એરિયા મા વસવાટ કરતા કુટુંબ અનૂસુચિત જાતિ મા આવતા કુટુંબ, ગરીબી રેખા હેઠળ કુટુંબ, પ્રધાનમંત્રી આવાસ યોજના, જે ઘર મા સ્ત્રી એકલી પરિવાર નુ ભરણ-પોષણ કરતી હોય તથા તે એરિયા મા વીજળી ના હોય તેવા કુટુંબ ગ્રામીણ પરિવાર. ઉપરોક્ત શ્રેણી મા આવતા તમામ અરજદારો અરજી કરી શકે છે. આ સેવા “ પહેલા અરજી – પછી સેવા ” ના આધાર પર પૂરી પાડવા મા આવશે. પહેલા અરજી કરનાર ને આ સેવા નો લાભ મેળવવા માટે પ્રથમ પ્રાધાન્ય અપવા મા આવશે.

આ સિસ્ટમ મેળવવા માટે રજુ કરવા પડતા જરૂરી દસ્તાવેજો :

રાશનકાર્ડ / આધારકાર્ડ / પાનકાર્ડ / વીજળીબીલ / ગરીબી રેખા કાર્ડ / અનૂસુચિત જાતિ પ્રમાણપત્ર / બેન્ક ખાતુ વગેરે ની આવશ્યકતા રહે છે. આ સોલાર સિસ્ટમ માટે આવેદન કરવા ની પ્રક્રિયા ઓનલાઈન જ છે. જો તમે આ વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોવ તો તમે અંત્યોદય સરલ કેન્દ્ર પર જઈ ને આ વિશે ની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. ઉપર દર્શાવેલા દસ્તાવેજો તથા તેની નકલો સાથે રાખી ને અરજી કરી દો એટલે જો અધિકારી દ્વારા તપાસ મા તમે યોગ્ય જણાશો તો તમને આ સેવા પ્રાપ્ત થઈ જશે. વધુ માહિતી માટે http://saralharayana.gov.in ની મુલાકાત લેવી.

 

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here