રક્ષાબંધનનું શુભમુહૂર્ત, મંત્ર અને પૌરાણિક કથા

2
156

 

રક્ષાબંધનનું શુભ મુહૂર્ત
શ્રાવણ માસની પૂર્ણિમાના રોજ ભાઈ-બહેનનો તહેવાર રક્ષાબંધન મનાવવામાં આવે છે. આ વખતે રક્ષાબંધન પર ભદ્રા નહી હોવાના કારણે વિશેષ સંયોગ પણ બની રહ્યો છે. આ વખતે રક્ષાબંધનનું પર્વ પૂરો દિવસ મનાવી શકાશે. જ્યોતિષ ગણના અનુસાર, આ વખતે 11 કલાક સુધી રાખડી બાંધવાનો સમય છે. કેટલીક જગ્યા પર રાખડી બાંધવામાં ન આવે ત્યાં સુધી ભાઈ અને બહેન ઉપવાસ રાખે છે. રાખડી બાંધ્યા બાદ બહેન ભાઈને મીઠાઈ ખવડાવે છે અને આશિર્વાદ આપે છે, તો ભાઈ પોતાની બહેનને સુરક્ષાનું વચન આપે છે.

અલગ-અલગ સ્થાન પર અલગ-અલગ માન્યતા છે, પરંતુ મોટાભાગે બહેન ભાઈને તીલક કરી આરતી ઉતારે છે અને બાદમાં ભાઈના જમણા હાથમાં રાખડી બાંધે છે. થાળીમાં રાખેલા પૈસાને ભાઈ પર ન્યોછાવર કરવામાં આવે છે. અને ભાઈ-બહેન એક-બીજાને મીઠાઈ ખવડાવે છે. ત્યારબાદ ભાઈ બહેનને ભેટ આપે છે.

રક્ષાબંધનનું મુહૂર્ત

– આ વર્ષે રક્ષાબંધન 26 ઓગષ્ટ રવિવારે મનાવવામાં આવશે

– અનુષ્ટાન સમય – 05.59 થી 17.25 (26 ઓગષ્ટ 2018)

– અપરાહ્ન મુહૂર્ત – 13.39 થી 16.12

– પૂર્ણિમા તિથિ પ્રારંભ – 15.16 કલાકે

– પૂર્ણિમા તિથિ સમાપ્ત – 17.25 કલાકે

– રાહુકાલ સાયં કાલ – 5.14 થી 6.49 સુધી

– રાહુકાળમાં રાખડી બાંધવી નિષેધ છે

ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર ખુબ ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. આ એકબાજુ બહેન પોતાના ભાઈના ભાઈના લાંબા આયુષ્યની કામના કરે છે, તો ભાઈ બહેનને રક્ષાનું વચન આપે છે.

મંત્ર

येन बद्धो बलि: राजा दानवेंद्रो महाबल:.

तेन त्वामपि बध्नामि रक्षे मा चल मा चल..

અર્થ

જે રક્ષાસૂત્રથી મહાન શક્તિશાળી રાજા બલિને બાંધવામાં આવ્યો હતો, તેજ સૂત્રથી હું તને બાંધુ છુ. હે રક્ષે(રાખડી), તુ અડગ રહેજે. પોતાના રક્ષાના સંકલ્પથી ક્યારે પણ વિચલિત ના થતી.

પૌરાણિક કથા

રાજા બલિએ જ્યારે 100 યજ્ઞ પૂર્ણ કરીને સ્વર્ગનું રાજ્ય છીનવવાનો પ્રયાસ કર્યો તો દેવરાજ ઈન્દ્રએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ભગવાન, વામન અવતાર લઈને રાજા બલિ પાસે ભિક્ષા માંગવા પહોંચ્યા. ભગવાને ત્રણ પગલામાં આકાશ, પાતાળ અને ધરતી નાપીને રાજા બલિને રસાતળમાં મોકલી દીધો. ત્યારે રાજા બલિએ પોતાની ભક્તિથી ભગવાનને રાત-દિવસ પોતાની સામે રહેવાનું વચન લીધુ. ત્યારે માતા લક્ષ્મિએ રાજા બલિ પાસે જઈને તેમને રક્ષાસૂત્રથી બાંધી પોતાનો ભાઈ બનાવ્યો અને ભેટમાં પોતાના પતિને સાથે લઈ આવ્યા. તે દિવસે શ્રાવણ મહિનાની પૂર્ણિમા હતી.

2 COMMENTS

  1. I just want to say I am very new to blogging and site-building and seriously loved your website. Very likely I’m planning to bookmark your blog post . You amazingly have perfect article content. Appreciate it for sharing your webpage.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here