આ મહારાષ્ટ્રના પુણેની પાસે એક દરગાહમાં 90 કિલોનો પત્થર એક આંગળીથી લોકો ઊંચકી શકે છે

5
148

આ મહારાષ્ટ્રના પુણેની પાસે એક દરગાહમાં 90 કિલોનો પત્થર એક આંગળીથી લોકો ઊંચકી શકે છે

મંદિર હોય કે પછી મસ્જિદ. લગભગ દરેક ધાર્મિક સ્થળ સાથે કોઈ ચમત્કારી કહાની સાંભળવા મળતી હોય છે. પરંતુ મહારાષ્ટ્રના પુણેની પાસે એક દરગાહ એવી છે, જેની સાથે જોડાયેલુ રહસ્ય વિજ્ઞાન પણ આજ સુધી શોધી શકાયુ નથી. મુંબઈથી લગભગ 16 કિલોમીટર દૂર પુણે-બેંગ્લોર હાઈવે પર શિવપૂરી ગામમાં હયાત કમર અલી શાહ દરવેશની દરગાહમાં એક રહસ્યમય પત્થર છે, જેને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે.

શું છે રહસ્ય?

દરગાહ પરિસરમાં એક પત્થર રાખવામાં આવ્યો છે. જેનુ વજન 90 કિલોગ્રામ છે. સ્વાભાવિક છે કે 90 કિલોગ્રામનો ભારે પત્થર એકલો માણસ ઉપાડી શકે નહીં. આમ તો લોકો આ પત્થરને એકલા ઉપાડી લે છે, પરંતુ વધુ મિનિટ સુધી હાથમાં પકડી શકાતો નથી. રસપ્રદ વાત એ છે કે આ પત્થરને જ્યારે 11 લોકો એકસાથે ઉપાડવાનો પ્રયાસ કરે છે તો તે પત્થર ખૂબ જ હલકો અનુભવાય છે કે તેને એકલી આંગળીથી ઉપાડી શકાય છે.

એવી માન્યતા છે કે જો 11 લોકો એકસાથે સૂફી સંત કમર અલી શાહનુ નામ લઈ આંગળીથી પત્થર ઉપાડવાનો પ્રયત્ન કરે તો આ સરળતાથી ઉપાડી શકાય છે જોકે, ગણતરીમાં 11 લોકોથી વધારે કોઈ પણ વ્યક્તિ હોય તો આંગળીથી પત્થરને ઉંચકવો શક્ય નથી. એટલું જ નહીં, જો પત્થર ઉપાડતી વખતે 11 લોકોમાંથી એક પણ વ્યક્તિએ આ સંતનું નામ ના લીધુ હોય તો આ પત્થર તેની તરફ ઝુકી જશે. જ્યારે પણ લોકો આ પત્થરને ઉંચકે છે ત્યારે વધારેમાં વધારે સમય સુધી લોકો શ્વાસ રોકી ફકીર બાબાનું નામ લે છે.

પત્થર સાથે જોડાયેલો છે આ રોચક કિસ્સો

કહેવાય છે કે જે જગ્યાએ અત્યારે દરગાહ છે, ત્યાં પહેલા વ્યાયામ શાળા હતી. પહેલવાન ત્યાં કસરત કરતા હતા. કમર અલી શાહ દરવેશના માતા-પિતા પણ ઈચ્છતા હતા કે તેમનો દીકરો પહેલવાન બને પરંતુ કમર અલીને તેમાં રસ હતો નહીં. પહેલવાન આ વાત માટે તેમની મજાક પણ ઉડાવતા હતાં.

શરીરને ભરાવદાર બનાવવા માટે પહેલવાન અહીં વજનવાળા પત્થરથી કસરત કરતા હતાં. જોકે, પત્થર વજનદાર હોવાથી તેને ઉંચકવો મુશ્કેલ હતો. એક દિવસ જ્યારે બધા પહેલવાનો દુબળા-પતલા સંતની મજાક ઉડાવી રહ્યાં હતાં ત્યારે તેમણે કહ્યું કે જે પત્થરને ઉપાડવામાં તેમને પરસેવો છૂટી રહ્યો છે, તે તો ફક્ત એક આંગળીથી જ ઉંચકી શકાય છે. પહેલા બધા પહેલવાનોએ સંતની મજાક ઉડાવી હતી. પરંતુ જ્યારે બધા પહેલવાનોએ સંતના બતાવેલા માર્ગ પર જઈ પત્થર ઉપાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે પત્થર સહેલાઈથી ઉચકાઈ ગયો.

આટલો ભારે પત્થર આખરે આગંળીથી કેવીરીતે ઉપાડી શકાય છે?

ખરેખર, સંત કમર અલી દરવેશ બોધ આપવા માંગે છે કે આધ્યાત્મિક શક્તિ શારીરીક તાકાતથી વધારે પ્રભાવશાળી હોય છે. તેથી તેમણે કહ્યું કે જ્યારે એકસાથે પવિત્ર મનથી તેમનુ નામ લઈ પત્થર ઉપાડશે તો સરળતાથી આ પત્થરને ઉપાડવામાં લોકો સફળ થશે.

કમર અલી દરવેશ કોણ છે?

કમર અલી દરવેશ સૂફી સંત હતાં. 700 વર્ષ પહેલા તેઓ આ ગામમાં પોતાના માતા-પિતાની સાથે આવ્યા હતાં. 18 વર્ષની ઉંમરમાં તેમનુ નિધન થયુ હતું. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને આ જગ્યાએ દફનાવવામાં આવ્યું હતું. આ દરગાહમાં વિદેશથી પણ માનતા માગવા આવે છે. જોકે, મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here