કોટડાસાંગાણીના અરડોઇ પાસે મીની ટેમ્પો પલ્ટી જતા ગૌમાંસની હેરાફેરીનો પર્દાફાશ : ૩ શખ્સો નાશી છૂટયા

2
90

ગોંડલ – રાજકોટના ગૌરક્ષકોએ ફિલ્મી ઢબે પીછો કર્યો

 

કોટડાસાંગાણીના અરડોઈ ગામ નજીક ફિલ્મી ઢબે મીની ટેમ્પોનો પીછો કરી ગૌરક્ષોએ આશરે હજારેક કિલો ગૌમાંસ જડપી પાડ્યુ છે. કોટડાસાંગાણીના અરડોઈ નજીક ગોરક્ષોએ બાતમીના  આધારે મીપી ટેમ્પોનો પીછો કરતા અરડોઈ ગામના ડાઈવર્ઝન પાસે પલ્ટી મારી જતા ત્રણ આરોપીઓ ગાડિ રેઢી મુકિ ફરાર થયા હતા. આરોપીઓએ નવતર કિમીયો  રચી મીની ટેમ્પોની અકિલા નંબર પ્લેટ પણ બદલી નાખી હતી. સવારના ચાર વાગ્યાના અરસામા બાતમીના આધારે હડમતાળા ગામ નજીકથી મીની ટેમ્પોનો પીછો કરી શાપર  તરફ જતા મીની ટેમ્પોનો ફિલ્મી ઢબે પીછો કરતા અરડોઈ ગામના ડાયવર્જન પાસે ટેમ્પો  પલ્ટી મારી જતા અંદર રહેલા ત્રણ શખ્સો નાસી છુટ્યા હતા. સમગ્ર  બનાવને લઈને કોટડાસાંગાણી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી હાલ તો કોટડાસાંગાણી પોલીસે જેતપુરના નવાગઢના શીકંદર ગની અને શીકંદર ગુલાબ અને  એક અજાણ્યા  શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગોંડલ અને રાજકોટ ના ગૌરક્ષકો ગોરધન પરડવા, રશીક ટીલાળા, અમર દાણીધારીયા, અશ્વીન  સોલંકી સહીતનાએ આ કામગીરી કરી હતી. ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને ગૌમાંસ ઝડપી પાડયું હતું. ગૌમંડ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટના  સભ્યોએ ગૌમાંસનો જથ્થો અને મીની ટેમ્પો કોટડાસાંગાણી પોલીસને સોંપ્યો હતો. પોલીસે નાશી છૂટેલા ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here