રાજકોટ ગ્રામ્ય મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે મહા રકતદાન શિબિરમાં ૩૩૪ રકતદાતાઓએ રકતદાન કરી પુલવામા ખાતે થયેલ શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ

0
245

ભારત ગણરાજયના જમ્મુ-કાશ્મીર રાજયમાં પુલવામા ખાતે તા.૧૪/૦૨/૨૦૧૯ ના રોજ સી.આર.પી.એફ. ના કાફલા ઉપર આંતકવાદીઓ દ્રારા આત્મધાતી હુમલો કરવામાં આવેલ જે હુમલામાં સી.આર.પી.એફ.ના ૪૪-જવાનો શહીદ થયેલ અને અન્ય જવાનોને ગંભીર ઇજાઓ થવા પામેલ છે.

 

રાજકોટ જીલ્લા કલેકટર ડો. શ્રી રાહુલ ગુપ્તા, રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીણા, રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી શ્રી અનીલ રાણાવસીયા દ્વારા ભારત દેશની રક્ષા કાજે સરહદ પર લડતા જવાનો દેશની સુરક્ષાને અખંડીત રાખવા માટે શહીદ થનારાઓની શહાદતને બિરદાવવા માટે પંડીત દિનદયાળ ઉપાધ્યાય મેડીકલ કોલેજ અને સિવિલ હોસ્પીટલ, રાજકોટના સહયોગથીજરૂરીયાતમંદ દર્દીઓને સમયસર નિઃશુલ્ક રકત મળી રહે અને માનવ જીંદગી બચાવી શકાય તે માટે શહીદોના માનમાં એક મહા રકતદાન શિબિરનું આયોજન ગત તા.૧૮/૦૨/૨૦૧૮ અને તા.૧૯/૦૨/૨૦૧૯ ના રોજ કરવામાં આવેલ હતું. આ મહા રકતદાન શિબિરમાં રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ દળના અધિકારીશ્રીઓ અને જવાનો તેમજ વિવિધ ખાતાના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ મળી *કુલ ૩૩૪* રકતદાતાઓ રકતદાન કરી શહીદોને શ્રધ્ધાંજલી અર્પિત કરવામાં મહત્વનું પ્રેરણારૂપ યોગદાન આપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here