અવિશ્વાસ દરખાસ્તમાં ગુજરાત ભાજપના સાંસદોએ પોતાની ટિકિટ પાક્કી કરી લીધી

5
178

કેન્દ્રની ભાજપ સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત સંસદમાં રજૂ થઈ છે અને તેના પર 20 જુલાઈ 2018થી ચર્ચા પણ થઈ રહી છે. ત્યારે દેશના 150 સાંસદોની ટિકિટ કપાવાની છે એ સાંસદોએ ભાજપ પ્રમુખનું નાક દબાવાવનો પ્રયાસ કર્યો છે. જેમાં ગુજરાતના 12થી 15 સાંસદોની પણ ટિકિટ કપાવાની હોવાથી તેમાના ઘણાંએ પોતાની ટિકિટ આ મોકો જોઈને પાક્કી કરી લીધી છે. ભાજપ સરકારના ભાવિનો ફેંસલો તો નક્કી જ છે. કારણ કે તેમની પાસે બહુમત છે. પણ ભાજપ સરકાર સામે તેના કોઈ સાંસદ અવાજ ઊઠાવે તો ભાજપની આબરૂ જઈ શકે તેમ હતી તેથી ગુજરાતના 12 સાંસદોની ટિકિટ કપાવાની હતી તેમાંના ઘણાંએ પોતાની ટિકિટ પાક્કી કરીને પોતાનું સાંસદ પદ બીજા પાંચ વર્ષ માટે પાક્કુ કરી લીધું હોવાનું સૂત્રો કહી રહ્યાં છે.

અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાવીને સોનિયા ગાંધીએ ભાજપની નીતિને વેરવિખેર કરી નાંખી છે. તે પણ જાણતાં હતા કે અવિશ્વાસની દરખાસ્ત પસાર થવાની નથી. પણ તેમાં ભાજપના સાંસદો કે જેની ટિકિટ કપાવાની હતી તેમને મનમાની કરવા દીધી છે. એવું જ થયું છે ભાજપને પહેલી વખત તેના સાંસદોની જરૂર પડી છે. જેની સીધી અસર લોકસભાની તૈયારી પર પડી છે. જેમની ટિકિટ કપાવાની હતી તેઓ તોડજોડમાં લાગી ગયા હતા. ભાજપને અંદરો અંદર ફફડાટ પેદા કરાવવામાં વિરોધ પક્ષ ખાસ કરીને એક સમયનો ભાજપનો સાથી પક્ષ ટીડીપી, તેમાં સફળ રહ્યો છે. ભાજપે જેમને નબળા જાહેર કરેલાં હતા તે સાંસદોએ હવે સબળા પૂરવાર કરી કરી દીધા છે.

NDA સરકારમાં સહયોગી પક્ષ હોવા છતાં સરકારને આંખ દેખાડી વારંવાર ડરાવી રહી છે. 545 સદસ્યો ધરાવતી લોકસભામાં હાલમાં 535 સાંસદો છે. એટલે કે ભાજપને બહુમતી મેળવવા માટે 268 સદસ્યોની જરૂર છે. હાલમાં ભાજપના 273 સભ્યો છે. આ ઉપરાંત ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાના 18, LJPના 6, અકાલી દળના 4 અને અન્ય 9 સભ્યો છે. આમ કુલ સંખ્યા 310 સુધી પહોંચી રહી છે.

ગુજરાત રાજ્યની 26 લોકસભા બેઠકોમાં સૌથી વધુ 8 બેઠકો સૌરાષ્ટ્ર-કચ્છની છે. ત્યારબાદ અનુક્રમે ઉત્તર ગુજરાતની 7, મધ્ય ગુજરાતની 6 અને દક્ષિણ ગુજરાતની 5 બેઠકો છે, જેમાંથી માત્ર 6 બેઠકો જેવી કે ગાંધીનગર, સુરત, વડોદરા, અમદાવાદ પશ્ચિમ, ભાવનગર, પોરબંદર ભાજપ માટે સલામત કહી શકાય, બાકીની 20 બેઠકો પર ભાજપ માટે ખતરાની ઘંટડી વાગી રહી છે. ભાજપના આંતરિક સર્વે મુજબ આગામી લોકસભા ચૂંટણીમાં 26માંથી અડધો અડધ વર્તમાન ઉમેદવારો પડતા મૂકવા પડે તેવી સ્થિતિ છે. ગાંધીનગરમાં લાલકૃષ્ણ અડવાણી હવે 90 વર્ષના થઇ ચૂક્યા છે. ઉંમર અને ઇચ્છા શક્તિનો અભાવ અહીં ઉમેદવાર બદલવા માટે કારણભૂત છે. હવે તેમની પોતાની જ ઇચ્છા ચૂંટણી લડવાની નથી તેમ મનાઇ રહ્યું છે. પાટણમાં લીલાધર વાઘેલા ચૂંટાયા પછી તદ્દન નિષ્ક્રિય છે. ઉંમરલાયક હોવાથી હવે ચૂંટણી લડી શકે તેમ નથી. પુત્રએ કોંગ્રેસનો ખેસ પહેર્યા બાદ લીલાધર વાઘેલાએ પક્ષમાં રહીને પક્ષ વિરોધી નિવેદનો શરૂ કરી દીધા છે.

ભાજપે ટિકિટ કાપવા અંગે RSS સાથે પણ ચર્ચા કરી હતી. ભાજપ નમો એપ તથા ઘણા બિન સરકારી સંગઠનોના માધ્યમ દ્વારા સાંસદોના કાર્યનું મુલ્યાંકન કરી રહ્યું છે. કેટલાક સાંસદોને સારી રીતે કામ કરવા ચેતવણી પણ અપાઇ છે. આસામ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળમાં બેઠકો વધારવા ભાજપ પ્રયત્ન કરી રહ્યું છે. બનાસકાંઠાના લીલાધર વાઘેલાએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો તેમની માંગ પૂર્ણ નહીં કરાય તો તેઓ રાજીનામું ધરી દેશે અને ઉપવાસ આંદોલન કરશે.

સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરા સામે ઘણાં કાનૂની કેસ છે. તે BJPમાં હોવા છતાં BJPને ગણકારતા નથી. તેઓ ચુવાડીયા કોળી છે. અને ભાજપે જીતવું હોય તો તળપદા કોળીને ટિકિટ આપવી પડે તેમ છે.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here