અમૃતસરનું સુવર્ણ મંદિર 160 કિલો સોના સાથે વધુ ચળકતું થશે

2
149

મંદિરના ચાર પ્રવેશદ્વારોને સોનાનો ઢાળ ચઢાવવામાં આવશે

શિખ સમુદાયના ધાર્મિક સ્થળ સુવર્ણ મંદિરના ચળકાટમાં વધારો થશે. મંદિરના સંચાલકોના જણાવ્યા પ્રમાણે રૂ. ૫૦ કરોડની કિંમતનું ૧૬૦ કિલો સોનું મંદિરના ચાર પ્રવેશદ્વારો માટે ઉપયોગમાં લેવામાં આવશે જેનાથી આ મંદિરની સોનેરી સુંદરતામાં વધારો થશે.

શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટીના પ્રવક્તા અને એડિશનલ સેક્રેટરી દિલજિત સિંઘ બેદીએ કહ્યું હતું, ‘એસજીપીસીએ નિર્ણય કર્યો છે કે મંદિરના ચાર પ્રવેશદ્વારોને સોનાથી મઢવામાં આવશે. આ પ્રવેશદ્વારો આ રીતે સુવર્ણ મંદિરમાં સૌના માટે દ્વારા ખુલ્લા છે એવો સંદેશ આપશે.’ તેમણે કહ્યું હતું, ‘અંદાજે ૪૦ કિલો સોનુ દરેક દરવાજા માટે ઉપયોગમાં લેવામાં આવશે.’

૧૯૨ વર્ષ અગાઉ મહારાજા રણજીતસિંઘે ‘સોને દી સેવા’ માટે રૂ. ૧૬.૩૯ લાખનું દાન આપ્યું હતું અને આ મંદિર નિર્માણનો પ્રથમ કારીગર મુસ્લિમ વ્યક્તિ મોહમ્મદ ખાન નામનો શખ્સ હતો. આ મંદિર ૧૯૮૪માં ખાલિસ્તાની આતંકીઓના સફાયા માટે હાથ ધરાયેલા ઓપરેશન બ્લુ સ્ટાર માટે પણ જાણીતું છે. આતંકીઓ આ સુવર્ણ મંદિરમાં છૂપાયા હતા અને ત્યાં ઓપરેશન બ્લુ સ્ટાર દ્વારા તેમનો સફાયો કરી દેવાયો હતો.

2 COMMENTS

  1. I just want to tell you that I’m all new to blogs and definitely liked this page. Likely I’m going to bookmark your blog . You actually have perfect well written articles. Thank you for sharing with us your website page.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here