અમેરિકન કંપનીએ EVM હેકિંગ અંગે કર્યો મોટો ખુલાસો, કોંગ્રેસ આવશે ભીંસમાં

1
200

ભારતમાં EVM હેકિંગના સમાચાર ઘણા વખતથી ચર્ચામાં છે. કેટલીય વખત ચૂંટણી હાર્યા બાદ વિપક્ષ આરોપ લગાવે છે કે ઇવીએમ હેક કરાયું છે. આ મુદ્દે ભારતમાં કોઈ નિવેડો આવ્યો નથી પણ અમેરિકન કંપનીના દાવાથી ભારતીય વિપક્ષોના દાવાને સમર્થન મળે મળે તેમ છે.

અમેરિકી વોટિંગ મશીન બનાવતી ઇલેક્સન સિસ્ટમ એન્ડ સોફ્ટવેરે સ્વીકાર્યું છે કે તેણે વેચેલી કેટલીક વોટિંગ મશીનોમાં રિમોટ ટૂલ ઇન્સ્ટોલ કરાયા હતા. આ કંપની વોટિંગ મશીન બનાવવામાં ટોચની કંપની છે. અમેરિકી સેનેટર રોનવાઇડેનને મોકલેલા એક પત્રમાં વોટિંગ સિસ્ટમ વેન્ડર ઈજી શ્જી જણાવ્યું છે કે ૨૦૦૦-૨૦૦૬માં સ્થાનિક સરકારને હેન્ડફુલ મશીન વેચ્યા હતા.

કંપની દ્વારા સેનેટરને મોકલાયેલા પત્ર મુજબ ૬ વર્ષ સુધી વોટિંગ મશીનમાં રિમોટ એક્સેસ સોફ્ટવેર હતું. મધરબોર્ડ પોર્ટલની પાસે આ પત્રની નકલ છે અને હવે વોટીંગ મશીન પર સિક્યોરિટી સાથે જોડાયેલા ગંભીર પ્રશ્નો થઇ રહ્યા છે. ઇએસએન્ડ એસના મતે ૨૦૦૦થી ૨૦૦૬ દરમિયાન કેટલાક ગ્રાહકોને એવા પીસીએનીવેર નામના રિમોટ કનેક્શન સોફ્ટવેર અપાયા હતા.

વોટિંગ મશીન મેનેજ કરાતું

આ સોફ્ટવેર વોટીંગ મશીનમાં નહીં હતું. પરંતુ ઇલેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ ટર્મિનલમાં હતું, જેનું વોટિંગ મશીનને મેનેજ કરવા માટે ઉપયોગ કરાતું હતું.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here