મંદી પછી રિયલ એસ્ટેટની ચાંદી પાછી ફરી રહી છે

4
173

ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં મંદી પછી તેજી પાછી ફરી રહી છે. અમદાવાદમાં જમીન અને મકાનના ભાવ એકાએક ઉંચકાયા છે. જો કે હવે ફૂલ પેમેન્ટના સોદા ચેકથી થાય છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ત્રણ મોટા સોદા થયા છે જેની કિંમત 1,100 કરોડ થવા જાય છે. હાઇવેના ગોતા વિસ્તારમાં આ સોદા થયા છે.

શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું છે કે છેલ્લા બે મહિનાથી જમીન અને મકાનના સોદા વધી રહ્યાં છે. ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વડોદરા અને સુરતના બહારના વિસ્તારો તેમજ રાજકોટમાં જમીનના ભાવ ઉંચકાયા છે. એકાએક તેજી આવવાનું કારણ સમજાતું નથી. કારણ કે અત્યાર સુધી છેલ્લા છ મહિનામાં એવો કોઈ મોટો સોદો થયો નથી, જે છેલ્લા એક મહિનામાં જોવા મળ્યો છે.

ત્રણ બિલ્ડરોના બનેલા જૂથે ગોતા ઓવરબ્રીજ પાસે 42,000 ચોરસયાર્ડનો એક પ્લોટ ખરીદ્યો છે જેનો સોદો 300 કરોડનો થયો છે. બીજો એક સોદો 28,000 વારનો થયો છે. શંકુજ પાર્ટી પ્લોટનો આ સોદો છે જેની વાર પ્રમાણે કિંમત 1,25,000 થઈ છે. આ પ્લોટની કિંમત પણ 350 કરોડ જેટલી થાય છે.

ગોતામાં ત્રાગડ અને જગતપુર પાસે આવેલી ટીપીમાં 1000 કરોડના સોદા થયા છે. ચાર સોદા તો 40 થી 100 કરોડની વચ્ચે થયા છે. ત્રાગડમાં આવેલું મોહિની ફાર્મ 1,50,000 પ્રતિવારના ભાવે વેચાયું છે. હેબતપુરનો એક પ્લોટ 1,05,000ના ભાવે વેચાયો છે. આ કિંમત જોતાં જમીનના ખરીદ વેચાણમાં ભારે તેજી આવી છે. જો આમ ચાલશે તો ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેનો ખાલી ભાગ વેચાઈ જશે અને કોમર્શિયલ તેમજ રેસિડેન્સિયલ એપાર્ટમેન્ટ ઊભા થશે.

4 COMMENTS

  1. I just want to tell you that I am just all new to blogging and honestly enjoyed this page. Likely I’m going to bookmark your blog . You really have excellent article content. Appreciate it for revealing your blog.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here