બગસરા વાંઝાવાડ વિસ્તારમાં ચાલતું૪૦વર્ષ થી ગરબી મંડળ

0
160

બગસરા વાંજાવાડ વિસ્તાર માં ચાલતી ૪૦ વર્ષ થી ચાલતું ગરબી મંડળ
નવરાત્રી તેમજ શરદપૂનમની થાઈછે ધામધૂમથી ઉજવણી
કાળુ રૂપરેલીયા બગસરા દ્વારા

બગસરા શહેરના વાંઝાવાડ વિસ્તરમાં છેલ્લા ૪૦વર્ષથી વધુ સમય કરતાં શ્રીબહુચરરાસ ગરબી મંડળ ચાલી રહ્યુછે આ ગરબી મંડળની સ્થાપના આજથી ૪૦વર્ષ કરતા પહેલા સ્થાપના કરવામાં આવેલીછે જેમાં સમય જતાં જતાં આ ગરબી મંડળ ના સંચાલકો પણ બદલતા રહ્યા છે ત્યારે આજના સમય માં આ ગરબી મંડળનું સંચાલન વાંઝાવાડ વિસ્તાર ના નવ યુવાન કમલેશ(નાનબાવ) ગઢિયા મનોજ જેઠવા હિરેન સિકોતરા વિજય ગઢિયા સહિતના યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યુછે આ ગરબી મંડળ માં અનેક મા ભક્તો યથા શક્તિ પ્રમાણે તન મન અને ધનથી સેવા આપી રહ્યા છે ત્યારે નવરાત્રી માં રાસ રમતી બાળાયોને તેમજ ત્યાં ગરબી અને રાસ જોવા આવતા તમામ લોકો માટે રોજેરોજ નાસ્તો કરાવામાં આવેછે અને આ ગરબી મંડળ દ્વારા બહારના કોઈ લોકો પાસેથી ફંડ ફાળો લેવામાં આવતો નથિ આ ગરબી મંડળ માં નવરાત્રી દરમિયાન આશરે ૪૦.૦૦૦ચાલીસ હજાર જેવો ખર્ચ કરવામાં આવેછે આ ખર્ચ આજ વિસ્તારના લોકો પૂરો પાડી આપેછે અને રાસ રમતી બાળાઓને નવરાત્રીના છેલ્લા દિવસે વિસ્તારના રહીશો દ્વારા નાનામોટા ઇનામોનું લ્હાનું કરવામાં આવેછે તેમજ દશેરાના દિવસે વાંઝાવાડ વિસ્તારના રહીશોનું તેમજ આમંત્રિત મહેમાનો માટેનું આજ વિસ્તારમાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવેછેતેમ હાલના આયોજકો દ્વારા જણાવેલ હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here