ટ્રાન્સપોટર્સની આઠ દિવસ બાદ હડતાળનો આખરે અંત

5
155

ટ્રાન્સપોટર્સની આઠ દિવસ બાદ હડતાળનો આખરે અંત

આઠ દિવસ બાદ ટ્રાન્સપોટર્સની હડતાળનો આખરે અંત આવતા કાપડ સહિતના વેપાર ઉદ્યોગે હાશકારો અનુભવ્યો છે. આઠ દિવસમાં વેપારજગતને કુલ ૩૦૦૦ કરોડનું નુકસાન થયું છે. આવતીકાલથી દક્ષિણ ગુજરાતની ૫૦૦૦ ટ્રકો રસ્તા પર રાબેતા મુજબ દોડતી થશે. મોડી રાતથી જ ટ્રકોમાં માલનું લોડીંગ શરૃ થઈ ગયું હતું. આવતીકાલે શનિવારે કાપડના વેપારીઓ દ્વારા પાર્સલ ડિસ્પેચીંગ માટે ધસારો થાય તેવી શક્યતા વચ્ચે બુકિંગમાં ઉછાળો આવશે. તેમજ ગોડાઉનોમાં માલનો ભરાવો થવાની શક્યતા જોવાઈ રહી છે. અઠવાડિયાની હડતાળના લીધે અનેક રોજમદારો જતા રહ્યાં હોય માલનું ડિસ્પેચીંગ ટ્રાન્સપોટર્સ માટે મુશ્કેલ બનશે.
હડતાળનો અંત આવતા વેપારીઓના જીવમાં જીવ આવ્યો છે. કાપડના વેપારીઓ કહે છે કે ઓગસ્ટમાં તહેવારોની ખરીદી હોય છે. કાલથી ટ્રકો દોડતી થાય તો આગામી સપ્તાહ સુધીમાં કપડું વિવિધ રાજ્યોમાં પહોંચી જશે. જેના લીધે તહેવારોની ઘરાકી સચવાઈ જશે. હજીરાની કંપનીઓ ઉપરાંત નિકાસકારોને પણ વિદેશના ઓર્ડર રદ થવાનો ભય હતો. જોકે, હડતાળ સમેટાઈ જતા તેઓએ પણ હાશકારો અનુભવ્યો છે. આવતીકાલથી જ મોટા પ્રમાણમાં ટ્રકો મુંબઈના પોર્ટ તરફ રવાના થશે.
તેલ, અનાજ-કઠોળના વિક્રેતાઓના જીવમાં જીવ આવ્યો
રવિવાર સુધી હડતાળ ખેંચાઈ હોત તો શહેરમાં તેલ, અનાજ-કઠોળ સહિતની ચીજવસ્તુઓની અછત ઉભી થવાની દહેશત રહેલી હતી. જોકે, આજે જ હડતાળ પરત ખેંચાઈ જતા સંકટ ટળ્યું હોય તેલ, અનાજ-કઠોળના વિક્રેતાઓના જીવમાં જીવ આવ્યો છે.
ટોલટેક્સ, ઈન્સ્યોરન્સ સહિતની માંગણીઓ સંતોષાતા હડતાળનો અંત આવ્યો છે. શનિવારથી ટ્રકો દોડતી થશે. અઠવાડિયા બાદ કામકાજ શરૃ થઈ રહ્યાં હોય વેપારીઓના સહકારની અપેક્ષા રહેશે. – સંજયભાઈ, કડોદરા ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ

5 COMMENTS

  1. Steven Gerrard issued a typically blunt challenge to his team-mates and warned that all talk of competing for fourth place is meaningless unless they can back it up. Liverpool snub £110m of new investment as Steven Gerrard tells team-mates to button it!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here