નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ રેન્જ ના સંદિપ સિંહ સાહેબની આર.આર.સેલ ની ટીમને મળેલ વધુ એક સફળતા.

21
335

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારના બાયપાસ પાસેના મેલડી માતાજીના મંદીર પાસેથી ટ્રક માંથી ઇંગ્લીશદારૂની નાની-મોટી બોટલ નંગ-૭૧૦૪ કિ.રૂ.૨૨,૭૯,૨૮૦/- તથા ટ્રક, મોબાઇલફોન, રોકડ રકમ, રસ્સો, તાલપત્રી મળી કુલ રૂ.૩૨,૮૪,૨૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે

 

 

રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપસિંહ સાહેબે  આર.આર.સેલના પો.સ.ઇ.શ્રી એમ.પી.વાળા તથા તેમની ટીમને પ્રોહીબીશન અંગેની અસરકારક કામગીરી કરવા જણાવેલ જે અન્વયે પો.સ.ઇ.શ્રી એમ.પી.વાળા સાહેબને મળેલ બાબતી આધારે  સેલની ટીમના માણસો શક્તિસિહ ઝાલા, કુલદિપસિહ ચુડાસમા, નરેન્દ્રસિહ રાણા, કૌશિકભાઇ પટેલ, દિગુભા ઝાલા તથા ડ્રા.ધર્મેશદાન ગઢવી નાઓને ગોંડલ સીટી પો.સ્ટે.ના બાયપાસ રોડ પાસે આવેલ મેલડી માતાજીના મંદીર પાસેથી ટ્રક નં.એમએચ-૧૨-એયુ-૬૧૩૫ વાળામાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની મોટી બોટલ નંગ-૫૯૫૨ કિ.રૂ.૨૧,૬૪,૦૮૦/-, નાની બોટલ નંગ-૧૧૫૨ કિ.રૂ.૧,૧૫,૨૦૦/-  ટ્રક-૧ કિ. રૂ.૧૦,૦૦,૦૦૦/- મોબાઇલ ફોન-૧, રોકડા રૂપીયા, રસ્સો, તાલપત્રી મળી કુલ રૂ.૩૨,૮૪,૨૮૦/-નો મુદ્દામાલ કબ્જે કરી હાજર મળી આવેલ ડ્રાઇવર (૧) ચંદ્રશેખર રામસિહ યાદવ રે.તુગારફાટા શાતીવલી તા.વસઇ મહારાષ્ટ્ર વાળાને ધોરણસર અટક કરી સદર દારુ ટ્રકમાં ભરી મોકલવના આરોપી (ર) રમાશંકર યાદવ રે.પ્રતાપગઢ યુ.પી. તથા (૩) પાટીલ નામનો માણસ અને ગાંધીધામની બીલ્ટી મુજબ તપાસમાં ખુલેતે સદર માલ મંગાવનાર તમામ વિરુધ્ધ ગોંડલ સીટી પો.સ્ટે. ગુનો રજી. કરાવવામાં આવેલ છે.

 

Share this:

21 COMMENTS

  1. I simply want to mention I am just newbie to blogging and actually enjoyed you’re web site. Most likely I’m want to bookmark your site . You definitely come with good articles. Bless you for revealing your web-site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here