લોકસભા ચૂંટણી પહેલા રાહુલનો મોટો દાવ, પ્રિયંકા ગાંધીને આપી મોટી જવાબદારી

0
68
newszii.com

કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણી 2019 પહેલા પ્રિયંકા ગાંધીને કોંગ્રેસની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની બહેન પ્રિયંકા ગાંધીને મહાસચિવના પદ પર નિમણૂંક કરવાની સાથે તેમને પૂર્વાચલના પ્રભારી બનાવવામાં આવ્યા છે્.

પ્રિયંકા ગાંધી કોંગ્રેસની પારંપારીક બેઠક રાયબરેલી અને અમેઠી બેઠક પર સક્રિય રહી છે અને ચૂંટણીના પહેલા જ તેમને મોટી જવાબદારી સોંપવામાં આવતા, તેને કોંગ્રેસની રણનીતિનો હિસ્સો માનવામાં આવી રહ્યો છે્. તેઓ અગામી મહિને પોતાનો કાર્યભાર સંભાળી શકે છે. પાર્ટીએ ઉત્તર પ્રદેશના પ્રભારી પદેથી ગુલામનબી આઝાદને હટાવીને તેમને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયાને મહાસચિવ બનાવતા ઉત્તર પ્રદેશ પશ્ચિમના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, સપા-બસપા ગઠબંધનથી અલગ લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ એકલાહાથે ચૂંટણી લડવા જઈ રહી છે.

Share this:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here