ગોંડલ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ માં થતી બેફામ ચોરી. ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ માં આક્રોશ….

0
1442

ચોર ને કે ચોરી કર ઘરધણી ને કે જગતોરહે તેવો ઘાટ સર્જાયો.

ગુજરાત બોર્ડ દ્વારા ગોંડલ શહેર ની સરકારી સ્કૂલ કોલેજ ને બોર્ડ ની પરીક્ષા માંથી બાકાત કરી ને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં કેન્દ્ર ફાળવવામાં આવતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.એક બાજુ સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ નાં સંચાલકો શિક્ષણ મંત્રી અને રાજકોટ રૂરલ એસ.પી.ને રજુઆત કરવામાં આવી હતી કે ભૂતકાળમાં બોર્ડની પરીક્ષા દરમ્યાન ગેરરીતિ થયેલ હોય તેવા પરીક્ષા કેન્દ્રો બોર્ડ દ્વારા રદ કરી કેટલીક સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો ને પરીક્ષા કેન્દ્રો ફાળવેલ છે.ત્યારે હવે પછી ગોંડલ માં ગેરરીતિ નાં બનાવો ન બને તે માટે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો ને કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.અને વિદ્યાર્થીઓ કોઇપણ પ્રકારના ડર અનુભવ્યા વગર નિર્ભયતાથી શાંતિ થી પરીક્ષા આપી શકે તેવી રજુઆત જિલ્લા શિક્ષણ અધિકારી,શિક્ષણ મંત્રી. એસ.પી.સહીતનાને કરી હતી પરંતુ ચોર ને કે ચોરી અને ઘરધણી ને કે તું જાગતો રહે તેવા ઘાટ સર્જવા સાથે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ માં લાગતા વળગતા વિદ્યાર્થીઓ ને બંધ બારણે ચોરી કરાવતા હોવાનુ વિદ્યાર્થીઓ માંથી બોલાઈ રહ્યું છે.જેમને લઈને વાલીઓમાં અને ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ માં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.
ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા માં બેફામ ચોરી એક બાજુ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ સંચાલકો દ્વારા ચોરી નાં બનાવો ન બને તે માટે રજુઆતો કરવામાં આવે છે.બીજી બાજુ પોત પોતાની સ્કૂલ નું પરિણામ ઉંચુ આવે તે માટે બંધ બારણે ચોરી કરાવતા હોવાનું વાલીઓમાં ચર્ચાઓ વહેતી થઈ છે.જવાબદાર તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રો નાં સી.સી.ટીવી કેમેરા શંકાસ્પદ પણ હોવા નું વિદ્યાર્થીઓ માં બોલાઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા તમામ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ નાં સી.સી.ટીવી કેમેરા હાથવગા કરી ચેક કરવામાં આવે તેવી વાલી ઓમાં માંગ ઉઠવા પામી છે..

Share this:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here