ગુજરાતમાં અચોક્કસ મુદત માટે ખાતરનું વેચાણ બંધ , બજારમાં વેચાણમાં મૂકાયેલો ખાતરનો જથ્થો પાછો ખેંચાશે

0
21
iyui

ગાંધીનગર: ખેડૂતોને વિતરણ થતા ડીએપી ખાતરની બેંગ્સમાં વજન ઓછું હોવાની ફરિયાદ ઊઠી હતી. જેના પગલે રાજય સરકારે જ દરમિયાનગીરી કરીને ખાતરનું વેચાણ શનિ-રવિ એમ બે દિવસ બંધ કરાવ્યું હતું. જો કે, સરકાર દ્વારા કરાયેલા વજનમાં પણ વજન ઓછું હોવાનું બહાર આવતા બજારમાં વેચાણ માટે મુકાયેલો તમામ જથ્થો પાછો ખેંચવાનું નક્કી કર્યુ છે.

જયાં સુધી નવો જથ્થો બજારમાં મૂકી ન શકાય ત્યાં સુધી અચોક્કસ સમય મર્યાદા માટે ખાતરનું વેચાણ બંધ રહેશે. મગફળી,તુવેરકાંડ અને હવે ખાતરની બેંગમાં વજન ઓછું આપવાનું કૌભાંડ બહાર આવતા સરકારને તાત્કાલિક તપાસ હાથ ધરવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છેકે, સમગ્ર કૌભાંડ જૂનાગઢ જિલ્લામાંથી બહાર આવ્યું હતું.

કોંગ્રેસના3 ધારાસભ્યોએ વિતરણ કેન્દ્ર પર જ જનતા રેડ કરીને વજન કરતા 50 કિલોની એક બેગ્સમાં 300થી900 ગ્રામ જેટલું વજન ઓછું આવતું હોવાનું બહાર આવ્યું હતું. પરિણામે ગુજરાત સરકારે તા. 11 અને 12 મે,2019ના શનિ-રવિવાર દરમિયાન ડીએપી ખાતરનું વેચાણ બંધ કરીને તમામ જથ્થાનું વજન વિડીયોગ્રાફી મારફત કરાવવાનો આદેશ આપ્યો હતો. આ સાથે સોમવારથી પુન:વેચાણ કરવાની જાહેરાત કરી હતી.

જો કે, શનિ-રવિ દરમિયાન સરકાર દ્વારા કરાયેલા બેંગ્સની ચકાસણીમાં વજન ઓછું નીકળતા સમગ્ર જથ્થો પાછો ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજય સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે વજન ઓછું છે. આથી વિતરણ કેન્દ્ર પર જથ્થો પડયો છે તે વેચી શકાય તેમ નથી.પરિણામે સોમવારથી હાથ ધરાનારું પુન:વેચાણ પણ હાથ ધરાશે નહીં.

હવે અચોક્કસ મુદત સુધી વેચાણ બંધ થશે અને તમામ જથ્થો બજારમાં રીપ્લેસ થાય પછી જ પુન: વેચાણ કરવામાં આવશે તેમ સત્તાવાર સુત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

DAPનું વેચાણ શરૂ કરતા પહેલા જાહેરાત થશે

ડીએપી ખાતરનો હાલમાં જેટલો જથ્થો માર્કેટમાં છે તે પાછો ખેંચવાનો છે. આ પ્રક્રિયામાં સમય લાગે તેમ હોવાથી સરકારે જયાં સુધી નવો જથ્થો માર્કેટમાં ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી વેચાણ બંધ રાખવાનું નક્કી કર્યુ છે. હવે જયારે વેચાણ શરૂ થશે ત્યારે સરકાર સત્તાવાર જાહેરાત કરશે તેમ સૂત્રોનું કહેવું છે.

Share this:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here