ગોંડલની ગંગોત્રી સ્કૂલનો 12 સાયન્સના પરિણામમાં ફરી એક વખત દબદબો…

0
18

આજ રોજ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું. જેમાં બોર્ડનું પરિણામ 71.90% આવ્યું. એમાં ગોંડલ કેન્દ્રનું પરિણામ 81.98% આવ્યું. જેમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલનું પરિણામ 94.23% આવ્યું છે.. જેમાં આ પરિણામમાં ગોંડલ કેન્દ્રમાં ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થીની નિર્મળ જાનવી  99.78  પી.આર.  સાથે ગોંડલ કેન્દ્રમાં પ્રથમ  સ્થાન મેળવ્યું.  અને ગંગોત્રી સ્કૂલનો  વિદ્યાર્થી રામાણી જયેશ 99.73  પી.આર.  સાથે ગોંડલ કેન્દ્રમાં દ્વિતીય સ્થાન મેળવ્યું. અને એજ રીતે ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થીની  વૈષ્ણવ એકતાએ  99.57 પી.આર. સાથે ગોંડલ કેન્દ્રમાં ચોથા સ્થાને  આવી. ગંગોત્રી સ્કૂલનો વિદ્યાર્થી ગોહેલ કુલદીપએ 300 માંથી  281 માર્કસ  મેળવી સાયન્સ પી.આર. માં 99.60 પી.આર. મેળવી ગોંડલ કેન્દ્ર માં પ્રથમ સ્થાને આવ્યો. આમ જ ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓ   99  પી.આર.  ઉપર 7 વિદ્યાર્થીઓ, 98  પી.આર.  ઉપર 10 વિદ્યાર્થીઓ, 97  પી.આર.  ઉપર 11 વિદ્યાર્થીઓ, 95 પી.આર.  ઉપર 17 વિદ્યાર્થીઓ, 90 પી.આર.  ઉપર 29 વિદ્યાર્થીઓ 85  પી.આર. ઉપર 34 વિદ્યાર્થીઓ, 80  પી.આર.  ઉપર 42 વિદ્યાર્થીઓ આવેલ છે. તેમજ  ગુજકેટના પરિણામની અંદર 120 માર્કસ માંથી 101.50 માર્કસ મેળવી ગંગોત્રી સ્કૂલનો વિદ્યાર્થી શીંગાળા રિધમ સ્કૂલ પ્રથમ આવ્યો. ગુજકેટના પરિણામમાં 100  માર્કસ ઉપર 1 વિદ્યાર્થી, 99 માર્કસ ઉપર 3 વિધાર્થીઓ, 95 માર્કસ ઉપર 4 વિદ્યાર્થીઓ, 85  માર્કસ ઉપર 9 વિદ્યાર્થીઓ ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓ ગુજકેટમાં ઉપરોકત પરિણામ લાવ્યા. આ રીતે ફરી એક વખત ગંગોત્રી સ્કૂલે   ધો.12 સાયન્સના  પરિણામમાં ઉત્તરોત્તર પરિણામો લાવવાની પરંપરા  જાળવી રાખી હતી  તેમજ ગોંડલ કેન્દ્રમાં સાયન્સના પરિણામમાં અગ્રેસર રહી.  આ તકે સ્કૂલના ચેરમેન સંદિપ છોટાળાએ દરેક વિદ્યાર્થીઓને, વાલીઓને, શિક્ષકોને અને મેનેજમેન્ટ ટીમને શુભેચ્છા પાઠવી. અને વિદ્યાર્થીઓ ને મીઠાઈ ખવડાવીને અને વહેંચીને પરિણામની ઉજવણી કરવામાં આવી.

Share this:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here