ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ આર.આર.સેલ ભાવનગર ટીમને મળેલ સફળતા

0
81

 

*_બ્રહ્મમણ વેપારીને ઝેરી પદાર્થ પીવરાવીને બે ભાન કરી ઠગાઈ ચલાવનાર તથા ભરતનગર પો.સ્ટેશન વિસ્તારમાં એક મહિલા ને બે ભાન કરી ઘરેણાની ની ઠગાઈ ચલાવનાર આરોપી ને ઝડપી પાડતી ભાવનગર રેન્જ આર.આર.સેલ_*

ભાવનગર રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ સાહેબ ના નાસ્તા ફરતાં આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ
આજરોજ ભાવનગર રેન્જ આર.આર.સેલ ના પીએસઆઇ ડી.ડી.પરમાર સાહેબ તથા સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન ભાવનગર શહેર ભરતનગર પો.સ્ટેશન.ફ.ગુ.ર.નં.૧૭/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૪૦૬.૪૨૦.૧૨૦બી.૧૧૪.મુજબના ગુન્હાના કામનો તથા રાજકોટ ગ્રામ્ય લોધીકા પો.સ્ટે ફ.ગુ.ર.ન.૧૪/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૯૯.૪૦૨.૧૨૦બી જીની.એક્ટ ૧૩૫ મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી કમલેશભાઈ ઉર્ફે મુન્નો પોપટભાઈ ચાવડા જાતે ભરવાડ રહે.દેવરાજનગર.હનુમાનનગર પ્લોટ.નં ૫૪ ભાવનગર વાળો ભાવનગર ખાતે ભરતનગર ચોકડી ખાતે વાદળી કલરના જીન્સના પેન્ટ તથા ચોકડીવાળા શર્ટ સાથે ઉભેલ હોવાની ચોક્કસ બાતમી હકીકત મળતાં જે હકીકત અન્વયે તાત્કાલિક ભરતનગર ચોકડી ખાતે પોહચી તપાસ કરતા મજકુર ઉપરોક્ત વર્ણનવાળો ઇસમ હાજર મળી આવતાં તેને બે રાહાદારી પંચોને બોલાવી પંચોને હકિકતથી વાકેફ કરી પંચો રૂબરૂ મજકુર નુ નામ-ઠામ પુછતા પોતે પોતાનું નામ કમલેશ ઉર્ફે મુન્નો પોપટભાઈ ચાવડા જાતે ભરવાડ રહે.દેવરાજનગર હનુમાનનગર પ્લોટ.નં.૫૪ નંદકુંવરબા આર્ટસ કોલેજ સામે ભાવનગર વાળો હોવાનું જણાવેલ અને મજકુર ઉપરોક્ત બન્ને ગુન્હાની કબુલાત આપતો હોય મજકુર ને ભરતનગર પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૭/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૪૦૬.૪૨૦.૧૨૦.બી.૧૧૪ મુજબના પંચનામું પુરૂ કરી સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ ધોરણસર અટક કરવામાં આવી હતી

આ કામગીરી ભાવનગર રેન્જ આઇ જી અશોકકુમાર યાદવ સાહેબ ની સુચના થી પીએસઆઇ ડી.ડી.પરમાર સાહેબ સહીત નો સ્ટાફ દ્વારા કરવામાં આવી……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here