ઠંડીએ તોડ્યા તમામ રેકોર્ડ, રાજ્યમાં ત્રણ દિવસ રહેશે કાતિલ ઠંડી

0
42

આ વર્ષે ઠંડીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં  જોરદાર બરફ વર્ષાથી  ભારે ઠંડી મહેસૂસ થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ ક્ષેત્રના , કોકીય નામગમાં , ભુસ્ખલનમાં એક વ્યક્તિનું મોત થયું છે. હિમાચલના મેદાન વિસ્તારમાં , ગઈકાલે ભારે વરસાદ સાથે કરા પડતાં રાજધાની સીમલામાં તાપમાન વધારે ઠંડું થયું હતું. રાજધાનીમાં ગઈ સાંજે થયેલ બરફ વર્ષાથી સમગ્ર શહેર બરફની ચાદરમાં ઢંકાયું હતું.

હવામાન વિભાગ અનુસાર , આજે સીમલા સહિત પર્વતીય વિસ્તારમાં , બરફ વર્ષાની સંભાવના છે. પહાડી વિસ્તારમાં બરફ વર્ષાના પગલે દેશના મેદાની વિસ્તારમાં ભારે ઠંડી અનુભવાઈ રહી છે. દિલ્હી – એનસીઆરમાં ગઈકાલે કરા સાથે વરસાદ થયો હતો. જેના પગલે તાપમાન ઘટી ગયું હતું.

ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે.હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ કોડવેવની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોલ્ડવેવની અસર વર્તાશે. જ્યારે આજે 9.6 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here