ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એન્યુઅલ ફંકશન તેમજ વિઝન લોન્ચિગ કાર્યક્રમ યોજાયો ગોંડલ

0
45
ગોંડલ નેશનલ હાઈવે જામવાડી પાસે આવેલ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્કૂલના એન્યુઅલ ફંકશન તેમજ ગંગોત્રી સ્કૂલનું વિઝન લોન્ચિગનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. એન્યુઅલ ફંકશન કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ સંસ્થાના ચેરમેન સંદીપ છોટાળા દ્વારા ગંગોત્રી સ્કૂલનું વિઝન લોન્ચ કરાયું હતું. જેમાં જણાવ્યુ હતુ કે 2030 સુધી માં સમગ્ર ભારતભરમાં 10 થી વધારે ગંગોત્રી સ્કુલના ઇન્સ્ટિટયૂટ ધમધમતા હશે, 20000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ એજ્યુકેશન મેળવતા હશે, 1200 થી વધારે કર્મચારીઓ જોડાયેલ હશે. 50 એકર થી વધુ જગ્યા પર ગંગોત્રી સ્કૂલના ઇન્સ્ટિટયૂટ કાર્યરત હશે. ભારતની સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ સિસ્ટમથી સ્કૂલનું મેનેજમેન્ટ થતું હશે. ભારતની શ્રેષ્ઠ સ્કૂલનો એવોર્ડ ગંગોત્રી સ્કૂલ પાસે હશે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, કલેકટર, એન્જિનિયર્સ, ડોક્ટર, તેમજ ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓમાંથી જ વિવિધ ઉચ્ચ પોસ્ટ ક્લાસ 1 અને કલાસ 2 અધિકારીની પોસ્ટ પર ભારતભરમાં ફેલાયેલા હશે. જે “ગંગોત્રીયન્સ” હોવાનો ગર્વ અનુભવતા હશે.
આ તકે કથાકાર પૂજ્ય જીગ્નેશ દાદા (રાધે-રાધે) તેમજ અગ્રણી ઉદ્યોગપતિ તેમજ ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજીભાઇ ધોળકિયા, તેમજ ગોંડલ સ્ટેટના રાજવી જ્યોતિર્મય સિંહજી જાડેજા(હવા મહેલ-ગોંડલ), ધારાસભ્ય ગીતાબા જાડેજા, જેતપુરના માજી ધારાસભ્ય જસુમતીબેન કોરાટ, ગોંડલના અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુક, નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, અરૂણભાઇ ઠુંમર, અલ્પેશભાઈ ઢોલરીયા, પ્રફુલ ટોળીયા, રોટરી ક્લબ ગોંડલના તમામ સદસ્યો, ગોંડલ સાયકલ હેલ્થ ક્લબના સદસ્યો, ગોંડલ તેમજ રાજકોટ ડોક્ટર્સ ગ્રુપ, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ રાજકોટ તેમજ ગોંડલના સંચાલકો, તેમજ ગ્રાન્ટેડ સ્કૂલના આચાર્યા, શિક્ષકો, વિદ્યાર્થીઓ, તેમજ બહોળી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.
સાથે સંસ્થાના ચેરમેન સંદીપ છોટાળા દ્વારા ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના કર્મચારીગણ ને મોમેન્ટો અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને, વિવિધ સ્પર્ધાના વિજેતાઓને, મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગંગોત્રી સ્કૂલ તેમજ ઇન્ટરનેશનલ સ્કૂલની મેનેજમેન્ટ ટીમ, તેમજ શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here