સુરતના અગ્રણી ઉદ્યોગપતિ અને અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાન ના ફાર્મ હાઉસ ખાતે

0
114

અમરેલી લોકસભાની કોંગ્રેસની બેઠક માટે સુરતમાં અમરેલી જિલ્લાના ધારાસભ્યની બેઠકો ચાલુ
આગામી લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકસભાની ચૂંટણી લડવા માટે દાવેદારો પોતાના પાયા મજબૂત કરી રહ્યા છે કોંગ્રેસે કોઈપણ પ્રકારે અમરેલી લોકસભાની બેઠક જીતવી છે કોંગ્રેસ દ્વારા અગાઉ જાહેર કરેલ છે કે કોઈ ધારાસભ્ય લોકસભાની ચૂંટણી નહીં લડે કોઈ અન્ય નવા ચહેરાને ચુંટણી લડવામાં આવશે ત્યારે આ બાબતે ધારાસભ્યો પણ સહમત બની ગયા છે કે કોઈપણ ઉમેદવાર આવે લોકસભામાં કોંગ્રેસને જીત આવીને રહેશું આવા ધ્યાય સાથે સુરત ખાતે અમરેલી જિલ્લા કોંગ્રેસના અગ્રણી તને સુરતના જાણીતા ઉદ્યોગપતિ નિલેશભાઈ કુંભાણી ના ફાર્મ હાઉસ ખાતે અમરેલી લોકસભા બેઠક ના મંથન માટે બેઠક યોજાઈ હતી જે બેઠકમાં ધારીના ધારાસભ્યો જેવી કાકડિયા સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત લાઠી બાબરા ના ધારાસભ્ય વીરજીભાઇ ઠુંમર નિલેષભાઇ કુંભાણી જિલ્લા કોંગ્રેસ અગ્રણી શરદભાઈ ધાનાણી ડી કે રૈયાણી લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ જનકભાઇ તળાવીયા લાઠી દામનગર ના અગ્રણી મયુરભાઇ આસોદરીયા પ્રદેશ યુથ કોગ્રેસ મંત્રી પ્રદીપ સાકરીયા સુરેશભાઈ પડસાલા નિલેષભાઇ દેશાઇ હસમુખભાઇ કીકાણી સહીત આગેવાનો ની બેઠક મળી હતી જેમાં અમરેલી લોકસભાની બેઠક કેમ જીતવી એ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી નિલેશભાઈ કુંભાણી જણાવ્યું હતું કે પાર્ટી કોઈ પણ ને ટિકિટ આપે તમામ કાર્યકર્તાઓ એક થઈને ચૂંટણી જીતાડવા માટે તનતોડ મહેનત કરશે તેમજ રાહુલ ગાંધી ની અમદાવાદ ખાતે યોજાનાર રેલી મા જોડાવા માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here