બાબરા માં ભગતસિંહ યુવા સમિતિ દ્વારા ભારતના વીર સપૂતો ને શ્રદ્ધાંજલી અર્પણ કરી

0
73

બાબરા માં ભગતસિંહ યુવા સમિતિ દ્વારા 23 માર્ચ શહીદ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
અહીં સમિતિના સભ્યો દ્વારા શહેર માં દેશના વીર ક્રાંતિકારી તેમજ જમ્મુ કાશ્મીર ના પુલવા ના હુમલામાં શહિદી વ્હોરનાર વીર જવાનો ને સમિતિના સભ્યો દ્વારા શાહિદ દિવસ ના રોજ ભગતસિંહ યુવા સમિતિ દ્વારા ભારત ના વીર સપૂતો ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ તથા પુલવામા શહીદ થનાર દેશના વીર જવાનો ના ફોટા સાથે ભગતસિંહ યુવા સમિતિ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી દેશ ની સેવા કરતા શહીદી વહોરી લેનાર દરેક જવાનો ને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. બાબરા મુકામે રેલી નું આયોજન કરી શહેરીજનો માં શહીદ દિવસ નું મહત્વ સમજાવ્યું હતું તથા લોકો ના હાથે પુષ્પાંજલિ અર્પણ કરાવી દેશપ્રેમ પ્રસરાવ્યો હતો.અને લોકો એ ઉત્સાહ થી ભગતસિંહ યુવા સમિતિ ના સભ્યો સાથે જય હિન્દ જય ભારત ના નારા સાથે દેશપ્રેમ ની ભાવના વ્યક્ત કરી.

હિરેન ચૌહાણ બાબરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here