બાબરામા શિવરાત્રી ના પાવન પર્વ નિમીતે જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાંગના પ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ.

0
107

બાબરામા મહા શિવરાત્રી ના પાવન પર્વ નિમીતે જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ બાબરાના સભ્યો દ્વારા ભગવાન શિવજીને અતિ પ્રિય એવા ભાંગની પ્રસાદી બનાવી બાબરાની ધર્મપ્રેમી જનતાને આ પ્રસાદીનુ રસપાન કરાવ્યુ હતુ અને આ એક અમૂલ્ય સેવાકીય કાર્ય કરી ધન્યતા અનુભવી હતી અને આ પ્રસાદનુ આયોજન જન સેવા સંગઠન બાબરાના સભ્યોએ પોતાના સ્વખર્ચે કર્યુ હતુ જે પ્રસાદનો લાભ આશરે ૭૦૦ થી ૮૦૦ ભાવિકોએ લીધો હતો.

આ કાર્યક્રમમા બાબરા જન સેવા સંગઠન ના પ્રમુખ કનુભાઈ પરમાર ઉપ પ્રમુખ સંદીપભાઈ રાદડીયા, યુવા પ્રમુખ હિરેનભાઈ ચૌહાણ, મૌલિકભાઈ મારુ , સામતભાઈ વાઘેલા, રાજેશભાઈ ડેર, અયુબ જલવાણી, ઉમેશ રાઠોડ, અમિતભાઈ જોગેલ, નિલેશભાઈ પરમાર, મનિશ કોસરા, સચિન બગડા હિતેશ દાવડા,અનિલભાઈ સોલંકી,આકાશ મારૂ,અજય ચૌહાણ,ભરતભાઈ ચાંચિયા, ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો….જય હો જન સેવા..

રિપોર્ટ:- હિરેન ચૌહાણ બાબરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here