ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની નાની બોટલ નંગ-૬૨૪ કિ.રૂ.૧,૬૨,૪૦૦/-સાથે ગાયત્રી હોટલ ના માલીક મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

0
245

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેરજીલ્લા વિસ્તારમાં દારૂ/જુગારની બદી નાશ કરવા માટે સખત સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તાનરમાં દારૂજુગારની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યારન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં અઘેળાય ચોકડી પાસે આવતા પો.કોન્સ.ચિંતનભાઇ ભગવાનભાઇ મકવાણાને બાતમીરાહે હકિકત મળેલ કે અઘેળાય હાઇવે ઉપર ગાયત્રી હોટલના માલીક ઘનશ્યામસિંહ પ્રવિણસિંહ ચુડાસમા ઉવ.૪૧ તથા ભરતભાઇ અરજણભાઇ ડુંગરાણી રહે. બંને બાવળીયાળી તા.ઘોલેરા વાળા પોતાના કબ્જા ભોગવટાની હોટલમાં તથા ફોડ આઇકોન GJ 02 AC-9121 માં ભારતીય બનાવટનો દારૂનો ઝથથો રાખી વેચાણ કરે છે. જે હકિકત આઘારે સદર જગ્યા ઉપર રેઇડ કરતા ઉપરોકત બાતમી વાળા બંને ઇસમો હાજર મળી આવેલ તેના કબ્જા માંથી રોયલ બ્લુ પ્રિમીયમ વ્હીસ્કી ૧૮૦ મી.લી. નાની બોટલ નંગ-૧૪૪ તથા જોહન માર્ટીન પ્રિમીયમ વ્હીસ્કી ૧૮૦ મી.લી. નાની બોટલ નંગ-૪૮૦ મળી કુલ નાની બોટલ નંગ- ૬૨૪ તથા ગાડી તથા મોબાઇલ નંગ-૪ સહિત કુલ કિ.રૂ. ૧,૬૨,૪૦૦/- ના મુદામાલ પકડી વેળાવદર (ભાલ) પો.સ્ટે.માં પ્રોહીબીશન મુજબનો ગુન્હો રજી. કરાવેલ છે.

*આ કામગરીમાં એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી.જાડેજા તથા સ્ટાફના એ.એસ.આઇ. પ્રક્રમસિંહ ગોહિલ હેડ કોન્સ. ભયપાઇસિંહ ચુડાસમા પો.કો. રાજેન્દ્રસિંહ સરવૈયા,ઇમ્તીયાજ પઠાણ, શકિતસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, અરવિંદભાઇ પરમાર,ગૈારાંગભાઇ પંડયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here