ગુજરાતની લોકસભા બેઠકો પર ભાજપના ઉમેદવાર જાહેર, અનેક નેતાના પત્તા સાફ..

0
78

 

દિલ્હી: ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટેના 46 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના 15 જેટલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉમેદવારોમાં મોટા ભાગના ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરના દેવજી ફતેપુરાનું પત્તુ કપાયું અને તેમના સ્થાને મહેન્દ્રભાઇ મુજપરાને ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે, કે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રથમ લિસ્ટમાં ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ઉમેદવાર બનાવ્યા છે.

જાહેર થયેલા ઉમેદવારોની યાદી

કચ્છ- વિનોદ ચાવડા
સાબરકાંઠા- દિપસિંહ રાઠોડ
અમદાવાદ વેસ્ટ- કિરિટ સોલંકી
સુરેન્દ્રનગર – મહેન્દ્રભાઇ મુજપરા
રાજકોટ- મોહનભાઇ કુંડારિયા
જામનગર-પુનમબેન માડમ
અમરેલી- નારણભાઇ કાછડિયા
ભાવનગર- ભારતીબેન શીયાલ
ખેડા- દેવુસિંહ ચૌહાણ
દાહોદ- જસવંત સિંહ ભાભોર
વડોદરા- રંજનબેન ભટ્ટ
ભરૂચ- મનસુખ વસાવા
બારડોલી- પ્રભૂભાઇ વસાવા
નવસારી- સી.આર પાટીલ
વલસાડ- કે.સી પટેલ
આ સાથે લોકસભા ચૂંટણીના ઉમેદવારો સાથે ગુજરાતની ત્રણ વિધાનસભાની બેઠક પરના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. જેમાં માણાવદરથી ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા તથા જામનગર ગ્રામ્યમાંથી રાઘવજીભાઇ પટેલ અને ધ્રાગધ્રા બેઠક પરથી પુરષોત્તમ સાબરિયાને પેટા ચૂંટણી માટેના ઉમેદવાર જાહેર કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here