ગંગોત્રી સ્કૂલ દ્વારા થયું મહિલાઓનું સન્માન…

0
82

 

સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન 8 મી માર્ચ નાં દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ ની ઉજવણી કરવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યામાં સ્ત્રીનું સ્થાન રહેલુ છે. સ્ત્રીઓનાં વિકાસ માટે લોકજાગૃતિ લાવવાનો મુખ્ય ઉદ્દેશ આજના દિવસનો છે.

આજના દીવસે ગંગોત્રી સ્કૂલ દ્વારા મહિલા શિક્ષીકા બહેનો તેમજ સ્કૂલ સાથે જોડાયેલ દરેક વિભાગના બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આમ તો 365 દિવસમાંથી ભાગ્યે જ કોઈ દિવસ હશે જે મહિલા વગર જતો હોય, કેમ કે દરેક ક્ષેત્રમાં આપણને ડગલે ને પગલે મહિલાની તાતી જરૂરિયાત રહે છે અને આ એક સત્ય હકીકત છે. દુનિયાનું ઘડતર એક સ્ત્રી વગર અધૂરું છે. કેમ કે ભગવાનને પણ દુનિયામાં જન્મ લેવા  માટે એક “માં” ની જરૂર પડે છે. તો આપણે માનવી તો ઘણી દૂરની વાત છે. આવા નારીઓ માટેનાં પવિત્ર દિવસે ગંગોત્રી સ્કૂલ દ્વારા મહિલાઓને મોં મીઠુ કરાવીને સ્કૂલ દ્વારા મહિલાઓનું સન્માન કરી મહિલા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here