બાબરાના ચમારડી મા શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં 115000 ફાળો એકત્ર કર્યો

0
85

ભામાશા ગોપાલભાઈ વસ્તરપરા તરફથી શહીદો ના ફંડમાં એક લાખ રૂપિયા ચેક આપ્યો તેમજ ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા 15000 રૂપિયા નો ફાળો એકત્રિત કર્યો

બાબરા તાલુકાના ચમારડી ગામે ભામાશા ગોપાલભાઈ વસ્તરપરા ના રાધે ફાર્મ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો બાબરા અને લાઠી તાલુકાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા શહીદોને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ શહીદોના પરિવારને ભગવાન સહન શક્તિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ આતંકી પ્રવૃત્તિઓ ફેલાવતું પાકિસ્તાન ને જડબાતોડ જવાબ દેવા માટે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સાથે શહિદ જવાનો અમર રહો ભારત માતાકી જય વંદે માતરમ નારા ગુંજી ઉઠ્યા હતા આવી આતંકી પ્રવૃત્તિઓ સામે સમગ્ર લોકો રોષે ભરાયા હતા પાકિસ્તાન જેવા આતંકી દેશ સાથે કોઈ પણ સંબંધ ન રાખવો જોઈએ એવી કાર્યકર્તાઓ ચર્ચાઓ જાગી સમગ્ર ભારતમાં શહીદોના પરિવારો માટે ફાળો એકત્રિત થઈ રહ્યો છે ત્યારે બાબરા તાલુકાના ચમારડી ના વતની ભામાશા સુરતના અગ્રણી ઉદ્યોગપતિ એવા ગોપાલભાઈ વસ્તરપરા તરફથી શહીદોના ફંડ માટે એક લાખ રૂપિયાની સહાય કરી છે તેમજ ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા 15000 રૂપિયા નો ફાળો એકત્રિત કર્યો હતો કુલ 115000 રૂપિયા શહીદોના ફંડમા આપવામાં આવશે આ કાર્યક્રમમા બાબરા ભાજપ પ્રમુખ લલીતભાઇ આંબલીયા,ભુપેન્દ્રભાઈ બસીયા,હિંમતભાઈ દેત્રોજા,રાજુભાઈ વિરોજા,જગદીશભાઈ નાકરાણી,કાંતિભાઈ દેત્રોજા,મગનભાઈ કોલડીયા,પ્રમોદભાઈ રૂપારેલીયા,કિશોરભાઈ માધડ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ તમામ લોકોનો આભાર ગોપાલભાઈ વસ્તરપરા માન્યો હતો.

રિપોર્ટ:- હિરેન ચૌહાણ બાબરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here