ગોંડલઃ મહિલાને ફોન ઉપર સતત પજવણી કરતો યુવક પકડાતા ગામ લોકોએ આવો ભણાવ્યો પાઠ

0
64

ગોંડલના મેતાખંભાળીયા ગામનો એક વીડિયો હાલ સોશીયલ મિડીયામા વાઈરલ થઈ રહ્યો છે.

સામાન્ય રીતે એક તરફી પ્રેમમાં પાગલ યુવકો યુવતીને ફોન ઉપર કે અન્ય રીતે હેરાન પરેશાન કરતા હોવાના કિસ્સાઓ અનેકવાર પ્રકાશમાં આવે છે. ત્યારે ગોંડલનો આવો જ એ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક યુવક ગામની એક મહિલાને ફોન કરીને પજવણી કરતો હતો. આ અંગે જાણ થતાં જ ગામલોકોએ ભેગાથઇને આ યુવકનું અર્ધમુંડન કરવાની સજા કરી હતી. આ ઘટનાનો વીડિયો બનાવી વાયરલ પણ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે ગોંડલના મેતાખંભાળીયા ગામનો એક વીડિયો હાલ સોશીયલ મિડીયામા વાઈરલ થઈ રહ્યો છે. જે વીડિયોમા એક યુવકનુ અર્ધ મુંડન કરવામા આવી રહેલુ જોવા મળી રહ્યુ છે. તો સાથે જ ગ્રામજનો તેનો વીડિયો પણ ઉતારી રહેલા જોવા મળી રહ્યા છે.

વિશ્વસનિય સુત્રોના જણાવ્યા અનુસાર વીડિયોમા દેખાઈ રહેલા યુવકે ગામની એક યુવતીને ફોન કરી પજવણી કરતો હોવાનુ સામે આવ્યુ હતુ. જેના લિધે યુવકને સબક શિખવાડવા ગ્રામજનોએ તેનુ અર્ધ મુંડન કરી તેની પાસે માફી મંગાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here