સર્જિકલ સ્ટ્રાઇકને લીડ કરનાર હુડ્ડા બોલ્યા – કેવી રીતે આપણા જેટ્સને ના પકડી શક્યું પાકિસ્તાની રડારલેફ્ટિનેન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ પીઓકેમાં કરેલ એરસ્ટ્રાઇક માટે ભારત સરકારને અભિનંદન પાઠવ્યા

0
323

સર્જિકલ સ્ટ્રાઇકને લીડ કરનાર હુડ્ડા બોલ્યા – કેવી રીતે આપણા જેટ્સને ના પકડી શક્યું પાકિસ્તાની રડાર
લેફ્ટિનેન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ પીઓકેમાં કરેલ એરસ્ટ્રાઇક માટે ભારત સરકારને અભિનંદન પાઠવ્યા

લેફ્ટિનેન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ પીઓકેમાં કરેલ એરસ્ટ્રાઇક માટે ભારત સરકારને અભિનંદન પાઠવ્યા છે. 2016માં ભારતે પાકિસ્તાનમાં જે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી તે ડીએસ હુડ્ડાએ લીડ કરી હતી. મંગળવારે સવારે ઇન્ટેલિજેન્સની સહાયતાથી ઇન્ડિયન ફોર્સના 12 મિરાજ 2000 જેટે બાલાકોટમાં એક હજાર કિલોનો બોમ્બ ગિરાવ્યો હતો.

વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું હતું કે મોટી સંખ્યામાં જૈશ એ મોહમ્મદના આતંકવાદી, ટ્રેનર, વરિષ્ઠ કમાન્ડર્સને ત્યાં ફિદાયીન હુમલાની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી.
આપેલા ઇન્ટરવ્યૂમાં હુડ્ડાએ કહ્યું હતું કે પુલવાલા હુમલા પછી જે થયું તે ઉધાર હતું. આ એર સ્ટ્રાઇકછી પાકિસ્તાનને સંદેશો જશે કે ભારત હવે વધારે સહન કરી શકશે નહીં. એક સ્ટ્રાઇક પૂરી રીતે પ્રોફેશનલ હતી. આ સિવાય ખાસ રસ્તા અને ઉચ્ચ ક્ષમતાવાળા જૈમરનો પ્રયોગ કરવાના કારણે આપણે આમ કરી શક્યા છીએ. આથી પાકિસ્તાનના રડારમાં આવ્યા ન હતા. ભારતીય વાયુસેના પાકિસ્તાની સેના કરતા ટેકનિકની રુપમાં વધારે આગળ છે.

ડીએસ હુડ્ડાએ કહ્યું હતું કે ભારતની ધરતી ઉપર હુમલો કરતા પહેલા કોઈએ એ વિચારવું ન જોઈએ કે ભારત તેનો જવાબ નહીં આપે. 2016માં ઉરી હુમલા દરમિયાન પણ આ રીતના વધારે હુમલો થવા જોઈતા હતા. પાકિસ્તાન અને પીઓકે વચ્ચે બધા કેમ્પ બનેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here