રાજકોટની 30 જેટલી ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન યોજના હેઠળ સારવાર કાર્યરત

0
74

રાજકોટ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઆે અને કામગીરી સહિત અવરનેશ કાર્યક્રમો અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ખાસ કરીને પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્યમાન ભારત)નો લોકો દ્વારા વધુમાં વધુ લાભ લેવામાં આવે તેના પર વધુ ભાર મુકવામાં આવ્યો હતો. સાથે આરોગ્ય શાખાની કામગીરીની આંકડાકીય વિગત આપવામાં આવી હતી.
યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કટારીયાએ માહિતી આપતા પ્રારંભે જણાવ્યું હતું કે, રાજકોટ આરોગ્ય વિભાગની કામગીરી ગુજરાતમાં રાજકોટ આરોગ્ય ક્ષેત્રે 7માં ક્રમાંક પર હાલ છે. જેને પ્રથમ ક્રમાંક સુધી લઈ જવા માટે જિલ્લાની આરોગ્ય ટીમ અનેકવિધ અવરનેશ કાર્યક્રમો અને આરોગ્ય બાબતે સજાગ રહી કામગીરી કરી રહી છે. વિસ્તૃત માહિતીમાં આરોગ્ય વિભાગ દ્વારા સંસ્થાકીય સુવાવડની 99 ટકા કામગીરી થયેલ છે સાથે રસીકરણ, આયુષ્યમાન ભારત સહિતની સરકારની જન આરોગ્ય યોજનાઆે ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. આ તકે ઉપિસ્થત સીએમઆે ડો. પપ્પુકુમાર સિંઘે આયુષ્યમાન ભારત (પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના)ની કામગીરી અંગે જણાવ્યું હતું કે, આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત લાભાથ}આેને 2011ની વસ્તી ગણતરી મુજબના ક્રાઈટ એરીયા પ્રમાણે નાેંધણી કરવામાં આવી છે. હાલ યોજનાની જિલ્લામાં 40 ટકા જેટલી કામગીરી થયેલ છે. આ યોજનાનો લોકો વધુમાં વધુ લાભ મેળવે તે માટે ગ્રામ્ય વિસ્તારના સીએમસી, શહેરી વિસ્તારોના પીએચસી, ખાનગી હોસ્પિટલો, કલેકટર કચેરી તથા કોમન સવિર્સ સેન્ટરમાં હાલ કાર્ડ કાઢવાની કામગીરી કાર્યરત છે.
આયુષ્યમાન યોજના અંતર્ગત ઘણાં ખરા ફેરફારો પણ કરવામાં આવ્યા હોવાનું જણાવતા કહ્યું હતું કે, પહેલા ચીપ સાથેના ગોલ્ડન કાર્ડ આપવામાં આવતા હતા જેનાથી દદ}આેને અનેક મુશ્કેલીઆે સારવારદરમ્યાન પડતી હતી. જેથી હવે માત્ર આઈડી રજીસ્ટ્રેશન નંબરના આધારે હોસ્પિટલોમાં લાભાથ} હોવાનું આેનલાઈન ચેક કરાવી તાત્કાલીક સારવાર મેળવી શકશે. ઉપરાંત હવે દરેક પરિવારના વ્યકિતને લોકો આયુષ્યમાન યોજનાનું કાર્ડ ઈશ્યુ કરાવી શકે છે.
વધુમાં ઉમેયુંર્ હતું કે, માત્ર ગુજરાત રાજયમાં જ નહી જે રાજ્યોમાં આ યોજના લાગુ હશે ત્યાં લાભાથ} સારવાર મેળવી શકશે. હાલ રાજકોટની 30 જેટલી ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ સારવાર કાર્યરત છે. જે અંતર્ગત ગત મહિનામાં કેન્દ્રની સરકારે 191 પરિવારોની સારવાર માટે હોસ્પિટલનો રૂા.22 લાખની સહાય રકમ ચુકવી હતી. આયુષ્યમાન ભારત યોજનાનો લાભ વધુમાં વધુ લોકો મેળવે તેમ અનુરોધ કરવામાં આવ્યો હતો. મેડીકલ આેફીસર ડો. રાઠોડે સિઝનલ ફલુના આંકડાકીય વિગત દશાર્વતા કહ્યું હતું કે, સ્વાઈન ફલુ ત્રણ કેટેગરીમાં અસર કરતા છે. જેમાં સામાન્ય શરદી, તાવ જેવું લાગવું, ઉધરસના લક્ષણો એ કેટેગરીમાં આવે છે.
જયારે ગળામાં દુઃખાવો, સખત તાવના લક્ષણો બી કેટેગરી અને સી કેટેગરીમાં ગણાવી વધીને ફેફસામાં તથા છાતીમાં દુઃખાવો, ન્યુમોનીયા અસર થતાં બેભાન જેવી પરિિસ્થતિ થવા પામે છે. ત્યારે ઉપરોકત એ અને બી કેટેગરીના દદ}આેને પાંચ દિવસ સુધી સખત આમાર અગે બે દિવસ સુધી વનબીડી દવા લેવામાં આવે તો દદ} સંપુર્ણ પણે સ્વસ્થ થઈ શકે છે. જે દવા સીએચસી તથા પીએચસીમાં પણ ઉપલબ્ધ ચે. ખાસ કરીને સગભાર્ મહિલાઆે માટે વધુ અસરકારક બનતી જીવલેણ નિવડે છે. આંકડાકીય વિગતમાં હાલ 35 થી 45 વર્ષના 80 ટકા લોકોમાં ફલુની અસર વધુ જોવા મળે છે.
હાલ આરોગ્ય વિભાગની ટીમ ગંભીર રોગો અટકે તે માટે ગ્રામ્ય વિસ્તારોની શાળાઆેમાં, શહેરી વિસ્તારમાં હોડંગ્સો મારફત, તેમજ પત્રીકાઆેનું આપી લોકોમાં જાગૃતિ સાથે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાે છે. આ તકે સીએચઆે ડો. ભંડેરી સાથે રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here