મોરબી જીલ્લામાં ફરી એકવખત ત્રાટકી ઇંગ્લીશ દારુના ૧૧૯૫ પેટીના જથ્થા સાથે ટ્રક પકડીપાડતી નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ રેન્જ ના સંદિપ સિંહ સાહેબ ની આર.આર.સેલ

0
188

 

મોરબી જીલ્લાના હળવદ પો.સ્ટે. વિસ્તારના અમદાવાદ-માળીયા હાઇ-વે હરીદર્શન હોટલ સામે ટ્રક માંથી ઇંગ્લીશદારૂની બોટલ નંગ-૧૨૬૬૦ કિ.રૂ.૪૬,૫૪,૮૦૦/-, બીયર ટીન નંગ-૩૩૬૦ કિ.રૂ.૩,૩૬,૦૦૦/-, ટ્રક કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ-ર, રોકડા મળી કુલ કિ.રૂ.૬૪,૯૮,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

 

 

 

 

રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપસિંહ સાહેબે આર.આર.સેલના પો.સ.ઇ.શ્રી એમ.પી.વાળા તથા તેમની ટીમને પ્રોહીબીશન અંગેની અસરકારક કામગીરી કરવા જણાવેલ જે અન્વયે પો.સ.ઇ.શ્રી એમ.પી.વાળા નાઓને મળેલ હકીકત આધારે સેલની ટીમના માણસો રામભાઇ મંઢ, રસીકભાઇ પટેલ, સુરેશભાઇ હુંબલ, શક્તિસિહ ઝાલા, કોશીકભાઇ મણવર નાઓએ હળવદ પો.સ્ટે.ના માળીયા-અમદાવાદ હાઇ-વે હળદવ ટાઉન હરીદર્શન હોટલ સામે રોડ પરથી હકીકત વાળા ટ્રક માંથી ભારતીય બનાવટના ઇંગલીશ દારુનો મોટો જથ્થો મળી આવતા ટ્રક નં. MH-04-JC-6441 કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૧૨૬૬૦ કિ.રૂ.૪૬,૫૪,૮૦૦/- તથા બીયર ટીન નંગ-૩૩૬૦ કિ.રૂ.૩,૩૬,૦૦૦/-, મોબાઇલ ફોન-ર રૂ.૧૦૦૦/- તથા રોકડા રૂ.૬૫૦૦/- મળી કુલ રૂ.૬૪,૯૮,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી હાજર મળી આવેલ ડ્રાઇવર આરોપી બલવીન્દરસીંગ સંતોકસીંગ જાટ રહે. ગોરધનવીલાસ, હીરેન મંગરી, સેકટર ૧૪, ઉદયપુર રાજસ્થાન વાળાને ધોરણસર અટક કરી અને સદર ઇંગ્લીશ દારુનો જથ્થો ભરી આપનાર પવન મારવાડી રહે. ઉદયપુર રાજસ્થાન વાળા વિરુધ્ધ હળવદ પો.સ્ટે. ગુનો રજી. કરાવવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here