બાબરામાં જલારામબાપાના મંદિરે સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન કમિટી દ્વારા સાતમો ભવ્ય સમૂહલગ્ન યોજાયો ૧૪ જેટલા નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા પૂજ્ય ઘનશ્યામદાસબાપુ દ્વારા આશિર્વાદ પાઠવ્યા મુખ્ય આયોજક રમજાનભાઈ જીવાણી સહિત પાલિકા પ્રમુખ અને હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

0
773

બાબરામાં જલારામબાપાના મંદિરે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કમિટી દ્વારા સાતમા સમહુલગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અહીં સમૂહ લગ્નમાં હિન્દૂ મુસ્લિમ સહિત ૧૪ જેટલા નવ દંપતિઓ એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા
તાપડીયા આશ્રમના મહંત શ્રી ઘનશ્યામદાસબાપુ તેમજ મુસ્લિમ સમાજના સંતશ્રી સોએબબાપુ કાદરી ઉપસ્થિત રહી નવ દંપતીઓ ને આશિર્વાદ પાઠવ્યા હતા
સર્વજ્ઞાતિ સમહુલગ્ન કમિટીના મુખ્ય આયોજક રમજાનભાઈ જીવાણી ના માર્ગદર્શન આયોજિત આ સમૂહલગ્નમાં મુખ્ય દાતા હસનઅલી કપાસી,(સ્વીડન)નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા,બરતકભાઈ ગાંગાણી અવધ ટાઇમ્સ ના સહ તંત્રી વિજયભાઈ ચોહાણ,કિરીટભાઈ ઇન્દ્રોડિયા,સૂફીસાબ,ભાર્ગવભાઈ સોની,અકબરભાઈ,અનિલભાઈ વણજારા,સહિતના સ્થાનિક અગ્રણીઓ અને સમૂહલગ્નના દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અહીં સમૂહલગ્ન સમિત દ્વારા પૂજ્ય ઘનશ્યામદાસબાપુ,સોએબબાપુ,તેમજ પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા સહિતના મુખ્ય મહેમાનો અને દાતાશ્રીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે બાબરા ખાતે સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન કમિટી દ્વારા દર વર્ષે સર્વ જ્ઞાતિના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં હિન્દૂ અને મુસ્લિમ પરિવારના લોકો જોડાય છે છેલ્લા સાત વર્ષ થી આયોજિત આ સમૂહલગ્ન આ વર્ષે પણ પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું તું
સમૂહલગ્નમાં મુખ્ય દાતા કપાસી ફાઉન્ડેશન,સંતોકબેન લાખાણી મેમોરિયલ ટ્રસ્ટ,તેમજ જે,પી,જીવાણી સ્મારક ટ્રસ્ટ સહિત હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પૂરતો આર્થિક સહકાર આપવામાં આવ્યો છે
આ સમૂહ લગ્નમાં ઇન્ડિયા વોલિયન્ટર,વલારડી ગોશાળા,તેમજ કપિલાહનુમાનજીની જગ્યાના સ્વયંસેવકો પૂરતી સેવા કરવામા આવી હતી
તેમજ ભવ્ય સમૂહલગ્ન ને સફળ બનાવવા મુખ્ય આયોજક રમજાનભાઈ જીવાણીના માર્ગદર્શન હેઠળ,સુગરાબેન કપાસી,નંદલાલભાઈ કોટક,જયેશભાઇ સેદાણી,અમરશીભાઈ દશલાણીયા,સહિતના સમૂહલગ્ન કમિટીના સભ્યો ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here