વીડિયો સ્ટ્રીમિંગ મોબાઈલ એપની વ્યસ્તતામાં ભારતીયો સૌથી આગળ

19
113

ભારતીયો સૌથી આગળ

 • Indian android users are most busy in top 5 video streaming app

  ગેજેટ ડેસ્ક. વીડિયો સ્ટ્રીમિંગ એપ્લિકેશન ઉપર સમય પસાર કરવામાં ભારતીયો સૌથી આગળ છે. આ વાતની સ્પષ્ટતા એનાલિટિક્સ ફર્મ એપ એનીના 2018 નાં રિપોર્ટમાં થઈ છે. ગત બે વર્ષમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, સાઉથ કોરિયા અને થાઈલેન્ડમાં ટોપ 5 વીડિયો સ્ટ્રીમિંગ એપમાં વ્યસ્ત રહેતા યુઝર્સમાં 140 ટકાનો વધારો થયો છે. જેમાં 185 ટકાના ઈજાફા સાથે ભારતીયો સૌથી આગળ છે.

70માંથી એક મહિનામાં માત્ર 35 એપ્લિકેશનનો ઉપયોગ

 • 1.રિપોર્ટ મુજબ 2018માં વિશ્વભરમાં યુઝર્સે એન્ડ્રોઈડ અને આઈઓએસ સ્માર્ટ ફોનમાં 194 અબજ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. જ્યારે 2017માં 170 અબજ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી. તો ભારતમાં એપ્લિકેશન ડાઉનલોડમાં 165 ટકાનો વધારો નોંધાયો હતો.

 • 2.ગત વર્ષે ભારતીયોએ પોતાના ફોનમાં 70 જેટલી એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાંથી મહિનામાં માત્ર 35 એપ્લિકેશનનો જ ઉપયોગ કર્યો હતો. આ બાબતમાં દક્ષિણ કોરીયા સૌથી આગળ રહ્યું. જ્યાં એક ડિવાઈસમાં 105 એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવામાં આવી.

 • 3.આ સમયગાળામાં યુટ્યૂબ, હોટસ્ટાર, જિયો ટીવી, એમેઝોન પ્રાઈમ વીડિયો અને વૂટ જેવી ટોપ-5 એફ્લિકેશનના ડાઉલોડનો સમાવેશ થાય છે. જેમાં ભારતીયોએ સૌથી વધુ સમય પસાર કર્યો છે.

 • 4.નેટફ્લિક્સ ભારતમાં સૌથી વધુ ડાઉનલોડ થનારી પેઈડ એપ છે. તેના પછી ટિંડર, હોટસ્ટાર, બિગો લાઈવ, લાઈવ.મી અને આલ્ટ બાલાજીનો સમાવેશ થાય છે.

    ભારતમાં વોટ્સએપનાં સૌથી વધુ એક્ટિવ યુઝર્સ

 • 5.રિપોર્ટ મુબજ

  વર્ષ 2018માં સૌથી વધુ એક્ટિવ યુઝર્સ વોટસએપનાં હતા. ત્યારબાદ ફેસબુક, શેરચેટ, ફેસબુક મેસેંજર અને ટ્રૂકોલર, એમએક્સ પ્લેયર, યૂસી બ્રાઉઝર, ઈન્સ્ટાગ્રામ, એમેઝોન અને પેટીએમ રહ્યા હતા.

 • 6.ભારતમાં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી એપ્લિકેશનમાં ફેસબુક, ફેસબુક મેસેન્જર, યૂસી બ્રાઉઝર, વોટસએપ, શેરચેટ, ટીકટોક, વીગો વીડિયો, હોટસ્ટાર, ટ્રૂકોલર અને એમએક્સ પ્લેયરનો સમાવેશ થાય છે.

19 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here