Jioમાં આપનો મોબાઇલ નંબર Port કરવો ખૂબ છે સરળ, આ સ્ટેપ્સ કરો follow

0
40

જાણો કેવી રીતે સરળતાથી પોતાનો નંબર Jioમાં પોર્ટ કરી શકાય છે.
ફોનના ખરાબ નેટવર્કના કારણે યૂઝર્સ પોતાના નંબર બીજા કોઈ ઓપરેટરમાં પોર્ટ કરે છે. પ્રીપેડ યૂઝર્સ હોય કે પોસ્ટપેડ, મોટાભાગના લોકો સ્લો ઇન્ટરનેટના કારણે પોતાનું કનેક્શન બદલી દે છે. આ ઉપરાંત અનેકવાર નંબર પોર્ટ કરાવવાનું કારણ મોંઘું બિલ અને મોંઘો પ્લાન પણ હોય છે. તો એવામાં જો તમે પણ પોતાના ઓપરેટરના કનેક્શનથી પરેશાન છો તો પોતાનો મોબાઇલ નંબર સરળતાથી Jioમાં પોર્ટ કરી શકો છો. તેના માટે બસ આપને નાનું સ્ટેપ ફોલો કરવું પડશે, આવી જાણીએ કેવી રીતે તમે પણ Jioમાં પોર્ટ કરાવી શકો છો પોતાનો મોબાઇલ નંબર…
તેના માટે સૌથી પહેલા Text Message ઓપન કરો. જેમાં New Message પર ટેપ કરો. ત્યારબાદ મેસેજ બોક્સમાં ટાઇપ કરો, ‘PORT’ અને મેસેજને 1900 પર સેન્ડ કરી દો. (ધ્યાન રાખો આ PORT લખવાની સાથે આપનો 10 અંકનો એ જ નંબર લખો જે આપને જિયોમાં પોર્ટ કરાવવો છે
ત્યારબાદ આપને એક મેસેજ આવશે, જેમાં યૂનીક પોર્ટિંગ કોડ (UPC) અને તેમની એક્સપાયરી ડેટ લખેલી હશે. તેને લઈને પોતાના નજીકના જિયો સ્ટોર કે રિલાયન્સ ડિજિટલની મુલાકાત લો.
જ્યારે પણ તમે UPC લઈને સ્ટોરની મુલાકાત લો તો સાથે પોતાનું Address Proof (POF)/ Proof of Identity (POI) ડોક્યુમેન્ટ્સ લઈ જવાનું ન ભૂલતા. આ ઉપરાંત જિયો કનેક્શન ડિજિટલ KYC પ્રોસેસ માટે આધાર કાર્ડ સાથે લઈ જાઓ.

નોંધ નંબર પોર્ટ કરાવતાં પહેલા પોતાના કરન્ટ ઓપરેટરના તમામ બિલનું પેમેન્ટ કરી દો. (પોસ્ટપડે કનેક્શન માટે). સરકારના નિર્દેશ અનુસાર નંબર પોર્ટ કરવામાં વધુમાં વધુ 7 દિવસનો સમય લાગશે. (ડિસ્ક્લેમર: ન્યૂઝ18 ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડની માલિકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here