જૈશ-એ-મોહમ્મદે આપી હતી ભારતને હચમચાવી દેવાની ચીમકી, ગુજરાતનો પણ ઉલ્લેખ

0
89

શ્રીનગર જમ્મુ-કાશ્મીરના પુલવામામાં

 

ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 37 જવાનો શહીદ થયા છે. આ હુમલાની જવાબાદરી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. જૈશના આ આતંકી હુમલા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ ઓડિયોમાં એક આતંકી ગુજરાતના નામનો પણ ઉલ્લેખ કરી રહ્યો છે.
આ ઓડિયો પાંચમી ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં થયેલા ‘કાશ્મીર દિવસ’ કાર્યક્રમનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પાંચમી ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં અનેક આતંકી સંગઠનો અને રાજકીય દળોએ મળીને ‘કાશ્મીર દિવસ’ની ઉજવણી કરી હતી. આ દરમિયાન જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી ખુલ્લેઆમ ભારતને હચમચાવી દેવાની ધમકી આપી રહ્યો હતો.
આ પણ વાંચો હુમલો કરનારનો વીડિયો, જ્યારે મારો મેસેજ વાંચશો ત્યારે જન્નતમાં મજા કરતો હોઈશ
ઓડિયો ક્લિપમાં જે આતંકવાદીનો અવાજ સંભળાઈ રહ્યો છે તે જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનો નજીકનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આતંકી કહી રહ્યો છે કે જૈશ-એ-મોહમ્મદની લડાઈ ફક્ત કાશ્મીર સુધી જ નહીં પરંતુ દિલ્હી અને ગુજરાત સુધી પહોંચશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here