બાબરા તાલુકાના નાની કુંડળ ગામ ની પ્રાથમિક શાળામાં ડો.સી.વી. રામન ની યાદમા રાષ્ટિય વિજ્ઞાન દિનની ઉજવણી કરાઇ

0
67

આજ રોજ તા -28-2-2019 ના રોજ શ્રી નાની કુંડળ પ્રાથમિક શાળા ખાતે ડૉ સી .વી .રામન ની યાદમાં રાષ્ટિય વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં શાળાનો સમગ્ર સ્ટાફ તથા બાળકોએ સહિયારો ભાગ લીધો હતો .શાળાના બાળકો દ્વારા વિજ્ઞાન વિષયમાં આવતી દરેક પ્રવુતિ તથા સાધન-સામગ્રી નિદર્શન ગોઠવવામાં આવી હતી .જેમાં બાળકોએ પોતે તૈયાર કરેલ વિજ્ઞાનની કૃતિ પણ રજુ કરવામાં આવી હતી .તે ઉપરાંત આ વષૅ યોજાયેલ ઇન્સ્પાયર એવોર્ડ માનાંકમાં શ્રી નાની કુંડળ પ્રા .શાળા રાજ્ય કક્ષાએ પસંદ પામી હતી તેથી શાળાના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવારે બાલ વૈજ્ઞાનિક ઉતેલીયા સંદિપ જિ તથા માર્ગદર્શક રોશનભાઈ પટેલ ને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં .આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય પરેશભાઈ અડલજા તથા ગણિત -વિજ્ઞાન શિક્ષક રોશનભાઈ પટેલ તથા આનંદીબહેન ભટ્ટ તથા શાળાના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ:- હિરેન ચૌહાણ બાબરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here