ગુજરાતમાંથી જી.એ.એસ.કેડરના એકમાત્ર અધિકારીની પસંદગી ઇ.વી.એમ. મેનેજમેન્ટ સિસ્ટમના માસ્ટર ટ્રેનર તરીકે પી.સી.દવે

0
120

રાજકોટ તા.૨૦: ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ઇ.વી.એમ. મેનેજમેન્ટ સિસ્ટમનો તાલીમ વર્ગ નવી દિલ્હીમાં યોજાયેલ. જેમાં ગુજરાતમાંથી સંયુકત  મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી જયદીપ દ્વિવેદી, ચૂંટણી પંચના ગુજરાતના ટેકનિકલ અધિકારી શ્રી ટેલર અને નાયબ કલેકટર કક્ષાના અધિકારી શ્રી પી.સી.  દવેએ ભાગ  લીધેલ. સિસ્ટમના માસ્ટર ટ્રેનર(મુખ્ય પ્રશિક્ષક) તરીકે ગુજરાતમાંથી એકમાત્ર શ્રી પી.સી. દવેની પસંદગી થઇ છે. તેઓ ભૂતકાળમાં અમરેલીમાં મામલતદાર તરીકે રહી ચૂકયા છે. હાલ અરવલ્લી (મોડાસા)માં નાયબ જિલ્લા અકીલા ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી રહયા છે. નવા ઇ.વી.એમ.નો  ઉપયોગ, કાર્ય પધ્ધતિ, સ્કેનીંગ, બારકોડ સ્ટીકર, મશીનમાં ક્ષતિ હોય તો તેની શોધ વગેરે બાબતે તેમણે તાલીમ લઇ ગુજરાતના માસ્ટર ટ્રેનર તરીકે તમામ જિલ્લાના ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓને તાલીમ આપી છે. મહત્વની તાલીમ લઇને અન્ય અધિકારીઓને તાલીમ આપવાની સફળતા બદલ શ્રી દવેને (મો. ૯૪૨૬૮ ૫૧૬૯૬)  પર અભિનંદન મળી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here