ઈંગ્લીશ દારૂ-બીયરનો જથ્થો પકડી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ.

0
116

 

 

ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ આર.આર.સેલ ભાવનગર ટીમને મળેલ બાતમી આધારે ઈંગ્લીશદારૂ અને બીયરના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડેલ.

આર.આર.સેલ.ટીમને ભાવનગર ટાઉનમાં નાઈટ પેટ્રોલીગ દરમ્યાન ચોકકસ હકિકત મળેલ કે ભાવનગર શહેર બોરતળાવ મફતનગર, રામાપીર ચોક માં રહેતા બટુકસિંહ ઉદયસિંહ સોલંકીના કબ્જા ભોગવટાની ઓરડી દૈનિક રૂ.300/-ના ભાડે ઈંગ્લીશ દારૂનો સંગ્રહ કરવા ભરત ભૂપતભાઈ માધડ રહે. ભાવનગર સોમનાથ સોસાયટી વાળાએ રાખેલની ચોકકસ હકિકત આધારે આજરોજ વહેલી સવારે રેડ કરી અલગ~અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો 115 તથા બીયર ટીન~12 મળી કુલ રૂ.49,665/-નો મુદામાલ કબ્જે કરી (1) બટુકસિંહ ઉદયસિંહ સોલંકી રહે.ભાવનગર, બોરતળાવ,મફતનગર, રામાપીર ચોક (2) ભાવેશ ભૂપતભાઈ માધડ રહે.ભાવનગર સોમનાથ સોસાયટી,વાળાઓને પકડી પાડેલ તેમજ આ ઈંગ્લીશ દારૂ~બીયરની ગે.કા. પ્રવૃતિમા નં.2 ના ભાગીદાર સંજયસિંહ ઉર્ફ ભાણુભા સહદેવસિંહ સરવૈયા સહિત ત્રણેય ઈસમો વિરૂદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી અાગળની કાર્યવાહી માટે બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here