સૌરાષ્ટ્ર યુનિ.પરીક્ષાચોરી સામે કડક: હવે ત્રણ લાખનો દંડ અને માન્યતા રદ

0
49

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટમાં લેવાયેલો મહત્વનો નિર્ણય

રાજકોટ, તા.11: પરીક્ષા ચોરી સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે કોઈ છીંડા છોડવા માગતી ન હોય તેમ સિન્ડીકેટની બેઠકમાં હવે પરીક્ષાચોરી જે કોલેજમાંથી ઝડપાય તે કોલેજને રૂ.ત્રણ લાખ સુધીનો દંડ અને માન્યતા રદ કરવા સુધીના કડક પગલાં લેવાનો નિર્ણય લેવાયો છે.
આજે મળી ગયેલી સિન્ડીકેટમાં અલગ અલગ 21 મુદે ચર્ચા કરવામાં આવી હતી, એમાં ખાસ કરીને પરીક્ષામાં થતી ગેરરીતિ બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પરીક્ષામાં ગેરરીતિ પકડાશે તો પ્રથમ વખત રૂ.એક લાખનો, બીજી વખત બે લાખનો અને ત્રીજી વખત પકડાય તો ત્રણ લાખનો દંડ અને માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય રહેશે કે ગત ઓક્ટોબર અને નવેમ્બર માસમાં લેવાયેલી પરીક્ષા દરમિયાન એમ.ડી.કહોર કોલેજ, જસદણ, દોઢવાલા કોલેજ, થાન, ભૂવા કોલેજ, રાજુલા, મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગોંડલમાં વિદ્યાર્થીઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ઉપરાંત ઉપરોક્ત પરીક્ષા કેન્દ્રોને જે પરીક્ષાર્થીઓ ફાળવવામાં આવતા હતા તે જે શહેરની અન્ય કોલેજોને અને કેન્દ્રને ફાળવવાનો નિર્ણય લેવાયો છે. મેડિકલ ફેકલ્ટીમાંથી ડેન્ટીસ્ટરી, નર્સિંગ અને હોમિયોપેથીને અલગ પાડવા અને તેના નવા સ્ટેચ્યુટ બનાવવાનો નિર્ણય પણ લેવાયો હતો. જામજોધપુરની અમૃતબેન વાલજીભાઈ સવજાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બંધ કરવાની દરખાસ્ત પરત્વે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને આ સંદર્ભે લોકલ ઇન્કવાયરી કમિટિનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. મનોવિજ્ઞાન ભવન, ગણિતશાત્ર ભવન, પત્રકારત્વ ભવનમાં 11 માસના કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરની નિમણૂકને પણ બહાલી આપવામાં આવી હતી. બીજી તરફ યુનિ.માં જ લાંબા સમયથી કોન્ટ્રાક્ટ બેઝ પર કરામ કરતા 4પ0 જેટલાં કર્મચારીઓને યુનિ.માં સમાવવા કે કેમ તેની ચર્ચા પણ કરવામાં આવી નહોતી.
લીંબડીની મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, રાજકોટની ડી.જી.ગરૈયા હોમિયોપેથી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તથા બી.એ.ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ થયેલા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ કરવાના મુદે પણ ચર્ચા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here