ગુજરાતમાં લોકરક્ષક દળની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર, હવે 26 ફેબ્રુઆરીથી શારીરિક કસોટી

0
59

 

 

ગાંધીનગર: લોકરક્ષક દળની લેવામાં આવેલા લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અગાઉ 5 ફેબ્રુઆરીના રોજ લેખિત પરિક્ષાની આખરી જવાબવહી અને ઉમેદવારોના ગુણ જાહેર કરાવામાં આવ્યા હતા. દરેક કેટેગરીના કટ ઓફ માર્ક જાહેર કરીને આગામી 26 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન રાજ્યના છ પોલીસ ગ્રાઉન્ડ ઉપર શારીરિક યોગ્યતા કસોટી લેવામાં આવશે.

જનરલ કેટેગરીમાં પુરુષોમાં 65 કટઓફ માર્ક જ્યારે મહિલા ઉમેદવારો માટે ૪૩, એસીમાં પુરુષ માટે 58.25 જ્યારે મહિલા માટે ૪૧, એસટીમાં પુરુષ માટે 46.25 અને મહિલાઓ માટે 40 કટ ઓફ માર્ક રહેશે. જ્યારે એસઈબીસીમાં 58.75 અને મહિલાઓમાં 40 રહેશે.

મહત્વનું છે, કે લોકસક્ષક દળની ભરતીમાં પેપર લીક થતા મોટો વિવાદ સર્જાયો હતો. જેથી ભરતી બોર્ડ દ્વારા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. પરીક્ષા 06-01-2019ના રોજ યોજવામાં આવી હતી. જેમાં 6 લાખ કરતા પણ વધારે લોકોએ પરીક્ષા આપી હતી. હવે 26 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન રાજ્યના છ પોલીસ ગ્રાઉન્ડ ઉપર શારીરિક યોગ્યતા કસોટી લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here