ખનન કૌભાંડ : IAS બી ચંદ્રકળાને ત્યાં CBIનો દરોડો : સપા સરકાર વખતનો છે સ્કેમ લખનૌ, કાનપુર સહિત ૧૨ સ્થળે CBI ત્રાટકી

16
200

નવી દિલ્હી તા. ૫ : ગેરકાયદેસર રેતીના માઇનિંગ મામલે સીબીઆઇની ટીમ દિલ્હી સહિત ઉત્તરપ્રદેશના અનેક સ્થળો પર દરોડા પાડી રહી છે. તેમાં આઇએએસ અધિકારી બી.ચંદ્રકલાનું લખનૌમાં આવેલ ઘર પણ સામેલ છે તે હમીરપુર અને બુલંદશહેરના ડીએમ રહી ચૂકયા છે.

બી.ચંદ્રકલા પર હમીરપુરમાં જિલ્લાધિકાર હતા તે દરમિયાન ગેરકાયદેસર માઇનિંગ તેમજ તે અંગે કૌભાંડનો આરોપ છે. આ સંબંધમાં બે વર્ષ પહેલા હાઇકોર્ટે સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો

તેની સાથે જ હમીરપુર, જલૌન, બુલંદશહેર વગેરે અનેક સ્થળો પર પણ ટીમો દરોડા કરી રહી છે.

જાણવા મળ્યા રહ્યું છે કે, સીબીઆઇની ટીમે આઇએએસના ઘરમાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ જપ્ત કરવામાં આવ્યા છે. તેમના ફલેટમાં હજુ પણ સીબીઆઇ હાજર છે અને કાર્યવાહી ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, અખિલેશ યાદવની સરકારમાં બી. ચંદ્રકલાની પોસ્ટીંગ પ્રથમવાર હમીરપુર જિલ્લામાં જિલ્લાધિકારીના પદ પર કરવામાં આવી હતી.

આરોપ છે કે, આ આઇએએસે જુલાઇ ૨૦૧૨ બાદ હમીરપુર જિલ્લામાં ૫૦ મોરંગના ખનનના પટ્ટા કર્યા હતા. જ્યારે ઇ-ટેન્ડર દ્વારા મોરંગના પટ્ટા પર સ્વીકૃતિ આપવાની જોગવાઇ ન હતી પરંતુ બી. ચંદ્રકલાએ સંપૂર્ણ જોગવાઇને નજર અંદાજ કરી હતી.

16 COMMENTS

  1. I just want to say I am just very new to blogging and absolutely savored your web page. Probably I’m planning to bookmark your site . You absolutely have great articles and reviews. Thanks for sharing with us your blog site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here