ગોંડલમાં દેશી દારૂના જથ્થા સાથે બે પકડાયાઃ આર.આર. સેલનો દરોડો

0
121

૧૦૦૦ લીટર દારૂ અને બોલેરો સહિત ૩.૨૪ લાખના મુદ્દામાલ સાથે સુરેશ કોળી તથા વિષ્ણુ                                                  ડાંગરની ધરપકડ

ગોંડલમાં આર.આર. સેલની ટીમે રેઈડ કરી દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લીધા હતા.

રાજકોટ રેન્જમાં પ્રોહી જુગારની બદી નાબુદ કરવા માટે ડી.આઈ.જી. સંદીપ સિંહ દ્વારા આર.આર. સેલખ્ના પો.સ.ઈ. એમ.પી. વાળા તથા ટીમને પ્રોહી અંગે અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ જે અન્વયે સેલના પોલીસ સ્ટાફને મળેલ હકીકત આધારે મનીષભાઈ વરૂ, નરેન્દ્રસિંહ રાણા તથા દિગુભા ઝાલાએ ગોંડલ સીટી પો. સ્ટે. વિસ્તારનાગોંડલ-ઘોઘાવદર  રોડ ઉપર આવેલ બાવાજીના સ્મશાન પાસેથી આરોપીઓ (૧) સુરેશભાઈ વીરજીભાઈ કોળી રહે. ડાકવડલા તા. ચોટીલા સુરેન્દ્રનગર તથા  (૨) વિશ્ણુભાઈ દેવશીભાઈ ડાંગર રહે. ઘોઘાવદર ચોક ગોંડલવાળાઓને પોતાના હવાલાવાળી  બોલેરો પીકઅપ ગાડીમાં રાખેલ દેશી પીવાનો દારૂ લીટર ૧૦૦૦ કિં. રૂ. ૨૦,૦૦૦ના જંગી જથ્થા સાથે પકડી પાડી બોલેરો પીકઅપ તથા મોબાઈલ ફોન-૧ મળી કુલ રૂ. ૩,૨૪,૦૦૦નો મુદામાલ કબ્જે કરી સદર દેશી દારૂ મોકલનાર આરોપી  (૩) શીવકુભાઈ રાજાભાઈ કાઠી રે. ડાકવડલા, તા. ચોટીલા સુરેન્દ્રનગર તથા સદર દેશી દારૂ મંગાવનાર આરોપી (૪) મધુબેન ઉર્ફે ભુદીબેન વિનુભાઈ કોળી  તથા (૫) ભારતીબેન કોળી રહે. બન્ને ભગવતપરા ગોંડલવાળા તમામ વિરૂદ્ધ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here