રાપરના ચિત્રોડ ગામે એરટેલ કંપનીના ટાવર પાસે છુપાવેલ ૪૨ હજારના દારૂ સાથે ચોકીદાર ઝડપાયો

0
39

ચિત્રોડ ગામે આવેલ ગ્રામ પંચાયત તથા બાપા સીતારામનાં મંદિરની સામે ઉત્તરે આવેલ એરટેલ કંપનીના ટાવર ઉપર ચોકીદાર તરીકે નોકરી કરતો રામજીભાઇ ખેમાભાઇ મકવાણા રહે હાલ ચિત્રોડ મુળ રહે ભીમાસર તા. રાપર વાળો ટાવરની બાજુમાં આવેલ જુના તથા પડતર પાણીનાં ટાંકામાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. જે  બાતમીના આધારે  અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ મીલીની વિદેશી દારૂની બોટલો નંગ-૧૨૪ જેની કિં.રૂ. ૪૨,૪૩૦/- નો પ્રોહી. મુદ્દામાલ પકડી પાડી કાર્યવાહી કનિદૈ લાકિઅ હાથ ધરેલ છે.

પાર્ટી સ્પેશીયલ ડીલક્ષ વ્હીસકીની કાચની કંપની ૭૫૦ મી.લીની બોટલો નંગ-૮૪ કિ.રૂ. ૨૫,૨૦૦/- મેકડોવેલ નંબર વન સુપીરીયર વ્હીસ્કી ઓરીજીનલની કાચની કંપની ૭૫૦ મિ.લીની બોટલો નંગ-૨૧ કિ.રૂ. ૭૩૫૦/-, રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વ્હીસ્કીની કાચની કંપની સીલબંધ ૭૫૦ મિ.લી.ની બોટલો નંગ-૧૯ કિ.રૂ. ૯૮૮૦/- એમ કુલ કિ.રૂ. ૪૨,૪૩૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરીમાં આડેસર પો.સ્ટે.ના પો.સબ. ઇન્સ. વી.જી. લાંબરીયા તથા એસ.આઇ.મુખ્યત્યારસિંહ પ્રભુદયાલ તથા અ.પો.કો. નટવરજી વેલાથી તથા મગનભાઇ રૂપશીભાઇ વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here